Crime
લીંબાયત પોલીસ સ્ટેશન પર ફરી અત્યાચારનો આરોપ: ધાર્મિક અગ્રણીને માર માર્યાનો મુદ્દો ચગ્યો
સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન પર ફરી એકવાર ગંભીર આરોપો થયા છે. મીઠીખાડી વિસ્તારના સામાજિક અને ધાર્મિક અગ્રણી ઈરફાન શેખ સાથે પોલીસ દ્વારા મારપીટ અને દુર્વ્યવહારનો આક્ષેપ થતાં મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે.
સુરત શહેરનું લીંબાયત પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદોમાં સપડાયું છે. અગાઉ ટી-સેન્ટરના સંચાલકને માર મારવાના પ્રકરણમાં હાઈકોર્ટ સુધી પહોંચેલા આ મામલામાં હવે વધુ એક ગંભીર બનાવ બન્યો છે. લીંબાયતના મીઠીખાડી વિસ્તારના સામાજિક અને ધાર્મિક અગ્રણી (મુબલ્લીગ) ઈરફાન શેખ સાથે પોલીસ દ્વારા કથિત મારપીટ અને દુર્વ્યવહારના આરોપો બાદ મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોપ છે કે પોલીસ દ્વારા તેમને રસ્તા પરથી ઉઠાવી લઈ પોલીસ સ્ટેશનમાં ઢોરમાર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
આક્ષેપ મુજબ, મીઠીખાડીના ઈસ્લામી ચોકમાં રહેતા ઈરફાન રહીમ શેખ વ્યવસાયે ટેમ્પો ચાલક છે અને ધર્મ પ્રચારક તરીકે પણ સેવા આપે છે. ગત 20 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 1:40 કલાકે તેઓ એક ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ઈસ્લામી ચોક પાસે લીંબાયત પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના મુકેશભાઈ સહિતના પોલીસકર્મીઓએ તેમને અટકાવ્યા હતા. ઈરફાનભાઈએ પોતાની ઓળખ અને જવાબો આપવા છતાં પોલીસે તેમની સાથે બોલાચાલી કરી અભદ્ર વર્તન કર્યું હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા થયેલી કથિત મારપીટ અને દુર્વ્યવહારના આ બનાવને પગલે મુસ્લિમ સમાજે ન્યાય મેળવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. સમાજના અગ્રણીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લઈને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો તાત્કાલિક ધોરણે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.