अपराध
માનકુવા પાસેથી ગેરકાયદે દેશી બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો
પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઈસમને ગેરકાયદે દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કોઈ લાયસન્સ મળ્યું નથી.
પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. LCB ની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરતા એક ઈસમને વગર લાઇસન્સની દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઈસમ ગેરકાયદે હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે LCB ની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને શંકાસ્પદ ઈસમને દબોચી લીધો હતો.
ઝડપાયેલા આરોપીની ઓળખ કમાલ ખેરા સુમરા તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી દેશી બનાવટની બંદૂક કબજે કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી આ હથિયાર રાખવા અંગે કોઈ લાયસન્સ રજૂ કરી શક્યો ન હતો, જેના પગલે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.