🔥 TRENDING Tripura ‘Bachao‑Bharat Jodo Yatra’: As... Himachal High Court Elevates Eight Off... Meerut Court Convicts Wife and Lover i... Himachal Minister Jagat Singh Negi Cal... Driver Seriously Injured in Road Colla... Contempt Proceedings Cleared Against G...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ખંભાળીયા: ફિટનેસ સર્ટિફિકેટ માટે ૨૧૨૦ રૂપિયાની લાંચ લેતા એમ.જે. એન્ટરપ્રાઇઝના બે કર્મચારી ઝડપાયા

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 01 Oct 2026, 12:42 AM 👁 7
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે ખંભાળીયા ખાતે આવેલ એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટીંગ સેન્ટરમાં ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપવાના બદલામાં ૨૧૨૦ રૂપિયાની લાંચ લેતા બે કર્મચારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે એમ.જે. એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટરમાં વાહન ચેકિંગના કામ સાથે સંકળાયેલા બે કર્મચારીઓને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. ફરીયાદીને પોતાના ટ્રકનું ફિટનેસ (પાસીંગ) સર્ટિફિકેટ કઢાવવા માટે ૧૫૦૦ રૂપિયાની સરકારી ફી ઉપરાંત ૨૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે, ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કર્યો હતો.

ACB ની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આરોપી નંબર ૧, ખીમાભાઇ રાયસુરભાઇ ધારાણી (ઉ.વ. ૩૩), જે એમ.જે. એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટરમાં મેન્યુઅલી ગાડી ચેકિંગ વર્ક કરે છે, તેણે ફરીયાદીને સરકારી ફી સહિત કુલ ૩૫૦૦ રૂપિયા આપવાનું જણાવ્યું હતું. આ રકમમાંથી આરોપી નંબર ૨, કુલદિપસિંહ મહિપતસિંહ વાઢેર (ઉ.વ. ૧૯), જે લાઇન ઓપરેટર તરીકે કાર્યરત છે, તેને ફીના ૧૩૮૦ રૂપિયા અને લાંચની ૨૧૨૦ રૂપિયા આપવાનું કહેવાયું હતું.

આયોજિત ટ્રેપ દરમિયાન, આરોપી નંબર ૨ એ ફરીયાદી પાસેથી સરકારી ફીના ૧૩૮૦ રૂપિયા અને લાંચની ૨૧૨૦ રૂપિયા એમ કુલ ૩૫૦૦ રૂપિયા સ્વીકારી લીધા હતા. આ રીતે બંને આરોપીઓ એકબીજાને મદદગારી કરીને ગુનો કરતા ACB દ્વારા તેમને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ACB એ લાંચની ૨૧૨૦ રૂપિયાની રકમ પણ રિકવર કરી લીધી છે. આ ટ્રેપીંગ કાર્યવાહી એસ.આઈ. મંધરા, પોલીસ ઇન્સ્પેકટર, ACB પોલીસ સ્ટેશન દેવભૂમિ-દ્વારકા તથા જામનગર ACB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App