🔥 TRENDING हौज़ ख़ास में सफाईकर्मियों को मास्क और... જાફરાબાદના લોઠપુર ગામે વેપારી પર જૂના... સુરતમાં સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં... सुमेरपुर: ग्राम पंचायत बाबा गांव के वा... ઓલપાડ પોલીસે સાયણ ગામમાંથી ₹1 લાખથી વધ... चकोरावाड़ा में नई जल जीवन मिशन लाइन का...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠાના-: પ્રાંતિજ પોલીસે માવાની મુવાડી ગામમાંથી રૂ.૧.૧૪ લાખના દેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 09:26 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના-: પ્રાંતિજ પોલીસે બાતમીના આધારે માવાની મુવાડી ગામમાં દરોડો પાડી દેશી દારૂ ગાળવાનો ૪૦૦૦ લિટર વોશ અને ૭૦ લિટર દેશી દારૂ મળી કુલ રૂ. ૧,૧૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે..

સાબરકાંઠામાં-:
પ્રોહીબીશન અને જુગારની બદી નેસ્તનાબુદ કરવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિર્દેશોના પગલે પ્રાંતિજ પોલીસ સતર્ક બની છે.આ ઝુંબેશના ભાગરૂપે પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત કાર્યરત પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે માવાની મુવાડી ગામનો દશરથસિંહ રંગુસિંહ ઝાલા પોતાના ખેતરમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે.આ બાતમી હકીકતના આધારે પોલીસે તાત્કાલિક માવાની મુવાડી ગામમાં દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળે પહોંચતા પોલીસે ખેતરમાં ચાર મોટા પ્લાસ્ટિકના ટાંકાઓમાં કુલ ૪૦૦૦ લિટર દેશી દારૂ ગાળવાનો વોશ જેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- થાય છે, તેમજ બે પ્લાસ્ટિકના કેરબામાં ૭૦ લિટર દેશી દારૂ, જેની કિંમત રૂ. ૧૪,૦૦૦/- થાય છે.આમ, કુલ રૂ.૧,૧૪,૦૦૦/- નો પ્રોહીબીશન લગતો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો..

પોલીસે ઝડપી પાડેલ આરોપી દશરથસિંહ રંગુસિંહ ઝાલા,રહેવાસી માવાની મુવાડી,તાલુકા-પ્રાંતિજ,જીલ્લો-સાબરકાંઠા વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ-૬૫(એ)(ઈ)(એફ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.પઢેરીયાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ જોરાવરસિંહ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દિપકસિંહ જગતસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નારણભાઈ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અમરતભાઈ ભગાભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ બળવંતસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ દિપસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદિપકુમાર ઇશ્વરભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહ દિલીપસિંહની પ્રશંસનીય કામગીરી રહી છે.
📲Get App