अपराध
ગાંભોઇ પોલીસે ગુમ થયેલા બે મોબાઇલ ફોન શોધી માલિકોને પરત સોંપ્યા..
ગાંભોઇ પોલીસ દ્વારા "તેરા તુજકો અપૅણ" કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા બે મોબાઇલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.આ કામગીરીમાં ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો..
સાબરકાંઠામાં-:
ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા બે મોબાઇલ ફોનને પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધી કાઢ્યા છે.આ મોબાઇલ ફોન "તેરા તુજકો અપૅણ" કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ પોલીસ અધિક્ષક ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાબરકાંઠા-હિંમતનગર અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલ હિંમતનગર દ્વારા લોકાભિમુખ કાર્યક્રમો યોજવા સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાઓના આધારે ગાંભોઇ પોલીસે ગુમ થયેલા મોબાઇલ ફોન શોધવાની કામગીરી હાથ ધરી હતી..
અરજદાર મુકેશસિંહ પ્રતાપસિંહ પરમારનો VIVO Y31 5G મોબાઇલ ફોન જેની કિંમત રૂ. ૧૮,૪૯૯/- અને અરજદાર કિરણકુમાર જીગાભાઈ ભગોરાનો VIVO V50 E મોબાઇલ ફોન જેની કિંમત રૂ. ૨૬,૯૯૯/- ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્યાંક ખોવાઈ ગયા હતા.આ બંને મોબાઇલ ફોન હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધી કાઢવામાં આવ્યા હતા.આ પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ચૌધરી,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઈન્દ્રરાજસિંહ દિલીપસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ભુપેન્દ્રસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચંદુસિંહ અને આઈ.ટી.એક્સપર્ટ હર્મિશકુમાર રાકેશભાઇ પટેલને બિરદાવવામાં આવ્યા હતા.