🔥 ट्रेंडिंग ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਗੜਸ਼ੰਕਰ ਚੰਡੀਗੜ੍ਹ ਰੋਡ ‘ਤੇ ਤਿ... *ചേളന്നൂരിൽ ദാരുണഅപകടം: സ്കൂട്ടർ മറിഞ... પોરબંદરના ઓડેદરામાં મુખ્યમંત્રી દ્વારા... તાલાલા તાલુકાના આકોલવાડી ગામમાં ગાયના... भाजपा प्रदेश प्रभारी विनोद तावड़े ने ल... कांग्रेस सांसद ने अमित शाह से पूछा- हर...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં વગર વરસાદે મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડતાં પાલિકાની કામગીરી સામે સવાલો

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 अक्टू. 2026, 11:00 PM 👁 18
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના મુગલીસરા વિસ્તાર નજીક વરીયાવી બજાર મેઈન રોડ પર અચાનક મોટો ભૂવો પડી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ વિના જ થયેલા આ ધોવાણને કારણે પાલિકાના વિકાસ કાર્યોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

સુરત શહેરમાં વગર વરસાદે પણ માર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. શહેરના મુગલીસરા વિસ્તાર નજીક આવેલા વરીયાવી બજાર મેઈન રોડ પર અચાનક મોટો ભૂવો પડી જતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સતત વાહનોથી ધમધમતા આ મુખ્ય માર્ગની નીચે અચાનક ધોવાણ થઈ જતાં રોડ બેસી ગયો હતો અને જોખમી ખાડો સર્જાયો હતો.

ચોમાસામાં વરસાદના પાણીના કારણે રસ્તા ધોવાઈ જાય કે ભૂવા પડે તે સમજી શકાય, પરંતુ કોઈપણ પ્રકારના વરસાદ વિના જ વ્યસ્ત માર્ગ પર અચાનક ભૂવો પડી જતાં પાલિકાના રોડ રિપેરિંગ અને વિકાસ કાર્યોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રોડ નિર્માણ અને સમારકામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાથી માર્ગની આવી દુર્દશા થઈ છે.

સ્થાનિક રહીશ મોહમ્મદ હનીફે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે પાણીનું વહેણ વધુ હોવાથી પ્રેશરના કારણે રોડ અંદર બેસી ગયો હતો. આ ભૂવો આશરે 2 મીટર જેટલો ઊંડો છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અહીંથી માત્ર 5 મિનિટના અંતરે જ આવેલી છે. અમે આ બાબતે તંત્રને ઓનલાઈન ફરિયાદ પણ કરી છે, પરંતુ હજી સુધી કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર તપાસ કરવા પણ આવ્યા નથી.
📲Get App