🔥 TRENDING रतलाम: जनसुनवाई में शिकायत पर पार्षद ल... સુરતમાં ROSCTL સબસીડી કૌભાંડનો માસ્ટરમ... સુરતમાં બ્રિજ પરથી પાણી નિકાલની પાઇપ ત... फर्रुखाबाद: सातनपुरमंडी अंडरपास में जल... ग्वालियर में थाना प्रभारियों का फेरबदल... સુરતને મળી વંદે ભારત ટ્રેનની ભેટ: ઉદયપ...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

તલોદ ખાતે મફત નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો, ૫૮૪ દર્દીઓએ લાભ લીધો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 08:35 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ યોજાયેલા મફત નેત્ર નિદાન અને સારવાર કેમ્પમાં કુલ ૫૮૪ દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો. આ અભિયાન અંતર્ગત ૩૩૦ દર્દીઓની તપાસ, ૧૮૩ને વિનામૂલ્યે ચશ્મા અને ૨૦ દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યા..

સાબરકાંઠાના-:
તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત એક વિશેષ મફત નેત્ર નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકોને આંખની તપાસ અને જરૂરી સારવાર પૂરી પાડવાનો હતો..

આયોજિત કેમ્પ દરમિયાન, કુલ ૩૩૦ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી.તપાસ બાદ ૧૮૩ દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા, જે તેમની દ્રષ્ટિ સુધારવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત, ૨૦ દર્દીઓને આંખના ઓપરેશનની જરૂર હોવાનું નિદાન થતાં તેમના વિનામૂલ્યે ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા.સમગ્ર રીતે આ ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ યોજાયેલા નેત્ર નિદાન અને સારવાર કેમ્પમાં કુલ ૫૮૪ દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ મેળવ્યો હતો.આ પહેલ દ્વારા અનેક લોકોને આંખ સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળી હતી..

આ કાર્યક્રમની સાથે સાથે, ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો,જે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.
📲Get App