🔥 TRENDING અમરેલીના કેરિચાડ અને કુંકાવાવ તાલુકાના... Children in Balaghat's Remote Tribal A... Panna Villagers Rally Against Ken-Betw... Vajiram & Ravi Launches New Page on Ba... West Bengal Govt Clears 151 New Cars F... West Bengal CM Shuvendu Adhikari Accus...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નારણસરીમાં ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પર તંત્રનો દરોડો: રૂ. ૩ કરોડનો મુદ્દામાલ જપ્ત
Crime

નારણસરીમાં ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પર તંત્રનો દરોડો: રૂ. ૩ કરોડનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Rameshbhai Ven 🗓 01 Oct 2026, 05:10 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભચાઉ તાલુકાના નારણસરી ગામની સીમમાં બિનખેતી પરવાનગી વિના ચાલી રહેલા રેતી વોશિંગ પ્લાન્ટ સામે વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં કુલ ૭ વાહન-મશીનરી સીઝ કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂ. ૩ કરોડ છે.

ભચાઉ તાલુકાના નારણસરી ગામની સીમમાં બિનખેતી (એનએ) પરવાનગી વિના ચાલી રહેલા રેતી વોશિંગ પ્લાન્ટ સામે વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી હતી. મદદનીશ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભચાઉ અને ખાણ-ખનીજ વિભાગની ટીમે તા.૩૦ સપ્ટેમ્બર,૨૦૨૬ના રોજ આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન સ્થળ પરથી ૧ હિટાચી, ૪ ડમ્પર, ૧ બાવીસ વ્હીલ ટ્રક અને ૧ કોંક્રિટ મિક્સર સહિત કુલ ૭ વાહન-મશીનરી સીઝ કરવામાં આવી હતી. આ સમગ્ર જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. ૩ કરોડ હોવાનું જણાવાયું છે.

ખેતીની જમીનનો એનએ પરવાનગી વિના ઔદ્યોગિક ઉપયોગ કરવામાં આવતો હોવાના પગલે જમીન મહેસૂલ કાયદા હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થળ પરથી નંબર પ્લેટ વિનાની તથા બ્લેક ફિલ્મ ધરાવતી એક કાર મળી આવતા તેના વિરુદ્ધ આરટીઓ અને પોલીસ તંત્રને મોટર વ્હિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

જપ્ત કરાયેલા વાહનો સામે ગુજરાત મિનરલ્સ રૂલ્સ ૨૦૨૭ હેઠળ દંડનીય કાર્યવાહી માટે તમામ વાહનોનો કબજો સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
📲Get App