🔥 ट्रेंडिंग मुंबई में नेताओं का भाईचारा: फडणवीस, श... અમદાવાદ: મકરબામાં 12મા માળેથી સગીર બાળ... करियावटी पंचायत में लाखों के गबन और धम... રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આહીર સમા... ਕਾਂਗਰਸ ਸੇਵਾ ਦਲ ਨੇ ਐੱਸ.ਏ.ਐੱਸ. ਨਗਰ (ਮੋਹਾ... जीएम कार्यालय के सामने सड़क निर्माण रो...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મધ્યપ્રદેશની કુખ્યાત ‘ચડ્ડીધારી’ ગેંગ કચ્છ પોલીસના હાથે ઝડપાઇ !

✍️ रिपोर्टर: Salman sama 🗓 01 अक्टू. 2026, 09:43 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ કચ્છ પોલીસે મધ્યપ્રદેશની કુખ્યાત 'ચડ્ડીધારી ગેંગ'નો પર્દાફાશ કર્યો છે. ૧૦ હજારના ઈનામી સરગના સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમણે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં ૧૫ થી વધુ ઘરફોડ ચોરીઓ આચરી હોવાનું કબૂલ્યું છે. પોલીસે ૬ લાખ રોકડા અને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ આંતર-રાજ્ય સ્તરે તરખાટ મચાવતી અને મધ્યપ્રદેશના ધાર જિલ્લાની કુખ્યાત ‘ચડ્ડીધારી ગેંગ’નો પર્દાફાશ કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે રૂ. ૧૦,૦૦૦ ના ઈનામી સરગના સહિત ગેંગના પાંચ રીઢા ગુનેગારોને અર્ટીગા કારમાં ચોરી કરવા જતાં તુતરા ફાટક પાસેથી રંગેહાથ ઝડપી લીધા હતા. આ કામગીરીથી કચ્છ તેમજ અન્ય રાજ્યોના કુલ ૧૫ થી વધુ ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે માનસિંહ ઉર્ફે માનીયો બાયસિંહ મોહનિયા (૧૦,૦૦૦ નો ઈનામી ગુનેગાર), દિનેશ ભેરુલાલ ચૌહાણ, સ્વરૂપસિંહ ભંગુસિંહ અલાબા, શકરુબનસિંહ આમલીયારા અને મોહબત ઈડુ મંડલોઈ (તમામ રહે. ધાર, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની કચ્છ જિલ્લાના વાયોર, કોઠારા, નલીયા, પદ્ધર, માધાપર અને માંડવી પોલીસ સ્ટેશન વિસ્તાર ઉપરાંત ગુજરાતના વડોદરા-નડિયાદ રોડ, ભાવનગર, અમરેલી (ચિતલ) અને અમદાવાદ સાયન્સ સિટી ખાતેની ચોરીઓમાં તેમજ કર્ણાટક (હબલી), મધ્યપ્રદેશ (છિંદવાડા) અને રાજસ્થાન (કોટા રૂરલ) માંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરીમાં સંડોવણી ખુલ્લી પડી છે. આરોપીઓ ચોરીનો મુદ્દામાલ એમ.પી.ના સોની વેપારીઓને વેચતા હોવાનું સામે આવ્યું છે, જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ તેમની ચોંકાવનારી ચોરી કરવાની પદ્ધતિનો ખુલાસો કર્યો હતો. ગેંગ મધ્યપ્રદેશથી અલગ-અલગ વાહનોમાં નીકળી હાઈવે પર આવેલી પોશ સોસાયટીઓ કે ફેક્ટરી ક્વાર્ટર ગૂગલ મેપ (Google Maps) પર સર્ચ કરીને ટાર્ગેટ કરતી. દિવસ દરમિયાન લોકેશનની રેકી કર્યા બાદ રાત્રે ઝાડીઓમાં ૪-૫ કલાક સંતાઈ રહેતા. ચોરી કરવા જતી વખતે આરોપીઓ ઓળખ છુપાવવા મોઢે રૂમાલ, શરીરે ફક્ત ચડ્ડી પહેરતા અને આખા શરીરે તેલ લગાવતા, જેથી કોઈ પકડવા જાય તો લપસીને ભાગી શકાય. જો કોઈ જાગી જાય કે સામનો કરે તો તેમની પાસે રહેલા લોખંડના ગણેશિયાથી જીવલેણ હુમલો કરતા પણ અચકાતા નહોતા.

સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની સૂચનાથી LCB ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણા અને તેમની ટીમે છેલ્લા અઠવાડિયા દરમિયાન ૨૦૦ થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. દરમિયાન એ.એસ.આઈ. પ્રધ્યુમનસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને સુનીલ પરમારને બાતમી મળી હતી કે એમ.પી.ની ચડ્ડીધારી ગેંગનો મુખ્ય સૂત્રધાર માનીયો તેના સાગરીતો સાથે અર્ટીગા કારમાં માંડવીથી નલીયા તરફ ચોરી કરવા આવી રહ્યો છે. બાતમીના આધારે LCB સ્ટાફે તુતરા ફાટક પાસે એલર્ટ કરી કારને રોકાવીને તપાસ કરતા, કારના ગુપ્ત ખાનામાંથી ૬,૦૦,૦૦૦ રોકડા તેમજ ચોરી કરવા માટે વપરાતા ગણેશિયા, કટર, ડીસમિસ જેવા હથિયારો મળી આવ્યા હતા.

કચ્છમાં વધુ ચોરીને અંજામ આપે તે પહેલા ગેંગ ઝડપાઈ ગઈ છે. સામાન્ય રીતે શિયાળામાં આવી ટોળકીઓ ચોરી માટે વિસ્તારો પસંદ કરતી હોય છે. પરંતુ તે પહેલા પશ્ચિમ કચ્છ પોલીસે એક મોટી સફળતા મેળવી આંતરરાજ્ય ગેંગને ઝડપી કચ્છમાં ચોરી માટે ક્યા વિસ્તારો તેના ટાર્ગેટમાં હતા તેની વિશેષ પૂછપરછ શરૂ કરી છે.
📲Get App