🔥 TRENDING 16-Year-Old Girl Orders Hitmen to Assa... પોલીસ તંત્ર સામે ધારાસભ્ય કુમાર કાનાણી... पार्किंग के साथ ठेले-रेहड़ियों का जमाव... गुना कृषि उपज मंडी: विभिन्न जिंसों के... फतेहाबाद मंडी में धान 1509 का भाव ₹420... મુંદરા પોલીસે ઘનશ્યામ કોમ્પ્લેક્ષમાંથી...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં બ્રિજ નિર્માણમાં વિલંબ મુદ્દે પૂર્વ મેયરના પ્રશ્નો બાદ તંત્ર હરકતમાં, રત્નમાલા બ્રિજનું કામ શરૂ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Oct 2026, 10:30 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બ્રિજ નિર્માણમાં થઈ રહેલા અસહ્ય વિલંબ અને ટ્રાફિક સમસ્યા અંગે પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ તંત્રનો ઉધડો લીધો હતો. આ રજૂઆત બાદ મનપા તાત્કાલિક હરકતમાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં બ્રિજ નિર્માણમાં થઈ રહેલા અસહ્ય વિલંબ અને તેના કારણે સર્જાતી ટ્રાફિકની વિકટ સમસ્યા અંગે પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ તંત્રનો ઉધડો લીધો હતો. આ વેધક સવાલો બાદ મનપાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પૂર્વ મેયરે મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ સમક્ષ રજૂઆત કરી બ્રિજના કામમાં થઈ રહેલી ઢીલ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

આ કડક વલણના પગલે કતારગામ સ્થિત રત્નમાલા બ્રિજની બીજી બાજુનું અટકી પડેલું કામ તાબડતોબ શરૂ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય સભા દરમિયાન પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ તંત્રની ગોકળગાય કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, રત્નમાલા બ્રિજનું કામ પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા ગત જાન્યુઆરી મહિનામાં જ પૂરી થઈ ગઈ હતી.

ત્યારબાદ ફેબ્રુઆરીમાં બ્રિજના એક સ્પાનનું લોકાર્પણ કરી તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તે સમયે તંત્ર દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે બીજો સ્પાન બે મહિનામાં જ પૂર્ણ કરી દેવાશે, પરંતુ આ ખાતરી પોકળ સાબિત થઈ અને કામમાં 6 મહિનાથી વધુનો વિલંબ થઈ ચૂક્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
📲Get App