अपराध
મોડાસા-રાણાસૈયદમાં ગેરકાયદેસર કતલ માટે રાખેલા ૫૦ ગૌવંશને છોડાવ્યા,૮ આરોપીઓ સામે ગુનો દાખલ..
અરવલ્લી જિલ્લાના મોડાસા-રાણાસૈયદ ખાતે ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલા ૫૦ ગૌવંશને મોડાસા ડિવિઝન પોલીસે સફળતાપૂર્વક છોડાવ્યા છે. પોલીસે આ મામલે ૮ આરોપીઓ અને અજાણ્યા ઇસમો વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
અરવલ્લીમાં-:
ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી અને કતલ થતી અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ.એન.જાડેજા અને મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.વાઘેલાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા-રાણાસૈયદ વિસ્તારમાં કેટલાક ઇસમો પોતાના ઘરે ઘાસચારો કે પાણી વગર ગૌવંશને બાંધી રાખી કતલ કરવાના ઇરાદે વેચાણ કરતા હતા અને તેમની હેરાફેરી કરતા હતા.આ ફરિયાદને ગંભીરતાથી લઈને, નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગનાઓની આગેવાની હેઠળ મોડાસા ડિવિઝન કક્ષાએ એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું..
જેમાં એલ.સી.બી. શાખા,એસ.ઓ.જી. શાખા,પેરોલ ફર્લો સ્કોડ અને મોડાસા ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓની બે ટીમો બનાવવામાં આવી હતી.આ ટીમોએ બાતમીના આધારે રાણાસૈયદ ગામમાં પ્રવેશ કરી સમગ્ર વિસ્તારને ચારેય બાજુથી કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ દરમિયાન પોલીસે ૩૦ ગાય,૦૪ બળદ અને ૧૬ વાછરડા મળી કુલ ૫૦ જીવિત ગૌવંશને છોડાવ્યા હતા,જેઓની કિંમત આશરે રૂ.૨,૨૯,૦૦૦/- આંકવામાં આવી છે.પોલીસે આ ગૌવંશને બચાવી લીધા હતા અને કતલના ઇરાદે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ૮ આરોપીઓ,જેમાં ઇશાક હસન મુલતાની, ઝાકીર કાદર મુલતાની, ભુરીયા રમજાની મુલતાની, શોયેબ હસનભાઈ મુલતાની, અજીત મુલતાની, મોહસીન સાકીર મુલતાની, અનીશ ઉર્ફે ચોર મુલતાની અને ફયાઝ મુલતાની (તમામ રહેવાસી રાણારસૈયદ, મોડાસા) તેમજ અજાણ્યા ઇસમો વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ પ્રશંસનીય કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.વાઘેલા,પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.ઝાલા (L.C.B.),પી.બી.ચૌધરી (S.O.G.),આર.ડી.ચૌધરી (મોડાસા ટાઉન),એમ.આર.સંગાડા (ભીલોડા),એસ.એલ.વસાવા (મોડાસા રૂરલ),એ.એન.નિનામા (મેઘરજ),એસ.એસ.માલ (શામળાજી),એચ.આર.ડામોર (ટીટોઇ),ડી.જે.પ્રજાપતિ (મહિલા પોલીસ સ્ટેશન),પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી.વી.પલાસ (ઇસરી),પી.પી.સોલંકી (પેરોલ-ફ્લો સ્કોડ) અને તેમની ટીમોના અધિકારીઓ તથા કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.