🔥 TRENDING ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ઐતિહાસિક ૪૦૬ ર... Haryana's Vijay Hazare Trophy 2017-18... Haryana Aims to Lead Next Phase of Aut... India Post GDS 2026 Result Expected So... SGPC members asked to explain meeting... Indian Youth Gurpreet Sentenced to Dea...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 12:02 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં દોઢ વર્ષ અગાઉ સોનાની ચેઈન લૂંટી લેનાર નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી સુરતમાં છુપાઈને મજૂરી કરતો હતો..

સુરતમાં-:
ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા વિસ્તારમાં દોઢ વર્ષ અગાઉ ફરિયાદીની ગાડી રોકીને મારઝૂડ કરી સોનાની ચેઈન લૂંટી લેનાર નાસતા ફરતા આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અન્ય રાજ્યોમાંથી ગુનાઓ આચરીને સુરતમાં છુપાયેલા આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવી હતી,જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના 'મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડ'ના પોલીસ માણસોને મળેલી ચોક્કસ બાતમીના આધારે, સચીન ભાટીયા ગામ ખરવાસા રોડ ઉપર બ્રિજ પાસેથી આરોપી નરેશ રતનસિંઘ ડાયરને ઝડપી પાડવામાં આવ્યો.તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીને આરોપીનો કબજો મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના સોંડવા પોલીસને સોંપવામાં આવ્યો છે..

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, ગત તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજ ફરિયાદી રાહુલ ચૌહાણ પોતાની મિત્ર સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે આ આરોપી અને તેના સાગરીતોએ અલગ અલગ મોટર સાયકલ પર આવી ફરિયાદીની ગાડી રોકી હતી. ગાડીને નુકસાન પહોંચાડી, ગાળાગાળી કરી, માર મારી સોનાની ચેઈન લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં તેના સાગરીતો પકડાઈ ગયા હતા, પરંતુ મુખ્ય આરોપી નરેશ ધરપકડથી બચવા સુરત આવી પલસાણા તરફ અલગ અલગ બાંધકામ સાઇટ પર કડીયાકામની મજૂરી કરતો હતો.આરોપી નરેશ રતનસિંઘ ડાયર, ઉ.વ.૨૧, મૂળ ગામ કુંડવાડ, તા.સોંડવા, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નો રહેવાસી છે. તેની સામે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા પોલીસ સ્ટેશનમાં F.I.R. નં. ૫૮/૨૦૨૫ હેઠળ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૨૬(૨), ૧૧૫(૨), ૨૯૬, ૩૦૯(૪), ૩(૫) મુજબ ગુનો નોંધાયેલો હતો.
📲Get App