🔥 TRENDING Upper Siang Hydropower Protest Escalat... Indian Army Havildar from Andhra Prade... J&K Govt Assures Assembly Sonamarg Mas... MHA Declares Killing of Musa a Major B... IAS Officer Removed from Jammu & Kashm... House Fire in Arpora Leaves Family Saf...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વીંકલ કે. પટેલનું સન્માન

✍️ Reporter: Samasandhi Salman Anwar 🗓 01 Oct 2026, 12:44 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાદરી જીલાની સેવા ટ્રસ્ટ, સહકાર સેવા મંડળ અને હાટકેશ સેવા મંડળ દ્વારા ભુજ શહેર નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વીંકલ કે. પટેલની સરાહનીય કામગીરી બદલ તેમનું શાલ, બુકે અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

ભુજ શહેર નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વીંકલ કે. પટેલની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને કાદરી જીલાની સેવા ટ્રસ્ટ, સહકાર સેવા મંડળ તથા હાટકેશ સેવા મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન કાર્યક્રમમાં ચીફ ઓફિસર શ્રી પટેલને શાલ, પુષ્પગુચ્છ અને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ સન્માન સમારોહમાં સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા, કાદરી જીલાની સેવા ટ્રસ્ટના પ્રમુખ પીર અનવરહુશેનશા, સંસ્કૃત પાઠશાળાના વિભાકરભાઈ અંતાણી, ભૂતપૂર્વ નગરસેવક માલશી માતંગ, સામાજિક આગેવાન સુલેમાનભાઈ કીચા, એડવોકેટ લતીફ સમા, ગુલામહુશેન સમા અને સોહિલભાઈ કીચા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યોએ ચીફ ઓફિસર શ્રી ટ્વીંકલ કે. પટેલને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલાની સેવા ટ્રસ્ટના પ્રમુખ પીર અનવરહુશેનશા દ્વારા કરવામાં આવ્યું હતું.
📲Get App