🔥 ट्रेंडिंग संत रामपाल जी महाराज पर 50 लाख रुपये क... घर के बाहर खेल रही मासूम बहनों से छेड़... मुख्यमंत्री डॉ. मोहन यादव की अध्यक्षता... ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ: ગિર... ਅੰਮ੍ਰਿਤਸਰ: ਸਾਰਾਗੜ੍ਹੀ ਮੈਮੋਰੀਅਲ ਸਕੂਲ ਆਫ਼... વન મંત્રી પ્રવીણભાઈ માળીએ જૂનાગઢ સક્કર...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગરમાં ગ્રોમોર કેમ્પસ દ્વારા ટ્રાફિક શિસ્ત અને હેલમેટ જાગૃતિ માટે બાઇક રેલી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 01 अक्टू. 2026, 03:22 PM 👁 23
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં ગાંધી જયંતીની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગ્રોમોર કેમ્પસ દ્વારા ટ્રાફિક શિસ્ત અને હેલમેટ પહેરવાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં ગાંધી જયંતીની પૂર્વ ઉજવણી નિમિત્તે ગ્રોમોર કેમ્પસ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય મહાત્મા ગાંધીજીના વિચારોને અનુસરીને લોકોને ટ્રાફિક શિસ્તનું પાલન કરવા અને હેલમેટ પહેરવાના મહત્વ અંગે જાગૃત કરવાનો હતો.ગ્રોમોર કેમ્પસથી શરૂ થયેલી આ રેલી મહાવીરનગર સર્કલ,ટાવર ચોક અને મોતીપુરા સર્કલ જેવા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પરત કેમ્પસ ખાતે સમાપ્ત થઈ હતી. કેમ્પસ એડમિનિસ્ટ્રેટર ડૉ.ઋષિત મહેતા અને ટ્રસ્ટી મહેમાનો દ્વારા લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું..

રેલી દરમિયાન તમામ બાઇક ચાલકો માટે હેલમેટ પહેરવું ફરજિયાત રાખવામાં આવ્યું હતું.ટ્રાફિક પોલીસ અને ગ્રોમોર કેમ્પસના ફેકલ્ટી સભ્યોએ સંયુક્ત રીતે ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કર્યું હતું.આ ઉપરાંત નર્સિંગ વિભાગની ઇમરજન્સી મેડિકલ ટીમ અને ફર્સ્ટ એડ કીટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.રેલીમાં ગાંધીજીના સંદેશાઓ અને ભારતીય સંસ્કૃતિને દર્શાવતું એક સુશોભિત ટેબલો અને સાઉન્ડ વાન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.રેલી કેમ્પસ પરત ફર્યા બાદ તમામ સહભાગીઓ માટે તાજગીભર્યા લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
📲Get App