🔥 TRENDING અમદાવાદ ગ્રામ્ય પોલીસે સ્ટીલ કોઈલમાંથી... સોલા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિની અટકા... અરવલ્લી જિલ્લામાં ૧૬૯ ગાંજાના છોડ સાથે... અમદાવાદ: 'ચલો દિલ્હી' બેનર મુદ્દે કાર્... અમદાવાદ: BRTS કોરિડોરમાં ખાડો બે બાઈકસ... বাগনানের মুগকল্যান বাবুর মাঠে মণ্ডপের...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાણપુર મામલતદાર કે.બી. ગોહિલનું પ્રશંસનીય કામગીરી બદલ બાર કાઉન્સિલ દ્વારા સન્માન
Local

રાણપુર મામલતદાર કે.બી. ગોહિલનું પ્રશંસનીય કામગીરી બદલ બાર કાઉન્સિલ દ્વારા સન્માન

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 01 Oct 2026, 12:58 PM 👁 98
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાણપુર મામલતદાર કે.બી. ગોહિલની લોકપ્રશ્નો સાંભળવા, માર્ગદર્શન આપવા અને સરકારી કામગીરીમાં પારદર્શિતા બદલ રાણપુર બાર કાઉન્સિલ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરાયા.

રાણપુર શહેરમાં ફરજ બજાવતા મામલતદાર કે.બી. ગોહિલ દ્વારા કરવામાં આવતી પ્રશંસનીય કામગીરીને બિરદાવવા માટે રાણપુર બાર કાઉન્સિલના પ્રમુખ ચાપરાજસિંહ ડોડીયા, સેક્રેટરી ગોવિંદભાઈ જાદવ અને તમામ વકીલમિત્રો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

રાણપુર બાર કાઉન્સિલના પ્રમુખ સહિત તમામ વકીલમિત્રો દ્વારા રાણપુર સિટી મામલતદાર કે.બી. ગોહિલને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. મામલતદાર તરીકેની ફરજ દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળવા, અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપવા તેમજ સરકારી કામગીરીમાં પારદર્શિતા અને વ્યવસ્થિત રીતે કામગીરી કરવા બદલ બાર કાઉન્સિલના વકીલમિત્રોએ તેમની કામગીરીને અત્યંત પ્રશંસનીય ગણાવી હતી.

આ પ્રસંગે બાર કાઉન્સિલના પ્રમુખ અને ઉપસ્થિત વકીલમિત્રોએ મામલતદાર કે.બી. ગોહિલની કામગીરીને બિરદાવી તેમને સન્માનપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી. વકીલમિત્રો દ્વારા કરવામાં આવેલા આ સન્માન બદલ મામલતદાર કે.બી. ગોહિલે બાર કાઉન્સિલના પ્રમુખ અને તમામ વકીલમિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

રાણપુર બાર કાઉન્સિલ દ્વારા સરકારી અધિકારીની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા કરવામાં આવેલા આ સન્માનની વકીલ આલમમાં પણ વ્યાપક નોંધ લેવાઈ હતી અને તેની પ્રશંસા થઈ હતી.
📲Get App