🔥 ट्रेंडिंग अपर सियांग जलविद्युत परियोजना पर विरोध... आर्म्ड हाविल्डर, मार्कापुर्म जिला से,... जम्मू-कश्मीर सरकार ने विधानसभा को बताय... एम.एच.ए. ने मुसा की हत्या को ज&क में ल... आईएएस अधिकारी को जम्मू-कश्मीर से हटाया... अरपरा में घर पर लगी आग में परिवार बचा,...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહને જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવી

✍️ रिपोर्टर: Salman sama 🗓 01 अक्टू. 2026, 12:42 AM 👁 12
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાદરી જીલાની સેવા ટ્રસ્ટ, સહકાર સેવા મંડળ અને હાટકેશ સેવા મંડળ દ્વારા ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઈ શાહના જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

ભુજ શહેર નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઈ શાહના જન્મદિન નિમિત્તે કાદરી જીલાની સેવા ટ્રસ્ટ, સહકાર સેવા મંડળ તથા હાટકેશ સેવા મંડળ દ્વારા તેમને શાલ અને બુકે આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા, કાદરી જીલાની સેવા ટ્રસ્ટના પ્રમુખ પીર અનવરહુશેનશા, સંસ્કૃત પાઠશાળાના વિભાકરભાઈ અંતાણી, માજી નગરસેવક માલશી માતંગ, સામાજિક આગેવાન સુલેમાનભાઈ કીચા, એડવોકેટ લતીફ સમા, ગુલામહુશેન સમા અને સોહિલભાઈ કીચા ઉપસ્થિત રહ્યા હતા.

હાજર રહેલા તમામ સભ્યોએ શ્રી શીતલભાઈ શાહને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને તેમના ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
📲Get App