🔥 ट्रेंडिंग राजस्थानी फिल्म ‘धूध’ का ट्रेलर दिखाता... गोआ के मुख्यमंत्री प्रमोद सावंत ने कर्... कैलंग्यूट फ्लैट में आग लगने से चार लोग... गोआ फुटबॉल प्रशासक बोतेल्हो का निधन कॉनराड सांगा ने NPP की नगालैंड में हार... 'Angh' की बनावट: नागालैंड से टोरंटो तक...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ગાંભોઈ પોલીસે ગુમ થયેલા બે મોબાઈલ ટેકનિકલ સર્વેલન્સથી શોધી માલિકોને પરત સોંપ્યા

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 अक्टू. 2026, 07:44 PM 👁 33
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા બે મોંઘા મોબાઈલ ફોનને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસ દ્વારા "તેરા તુજકો અપર્ણ" કાર્યક્રમ અંતર્ગત આ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.

ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંગ યાદવ અને સાબરકાંઠાના પોલીસ અધિક્ષક શ્રી ડો.પાથેરાજસિંહ ગોહીલની લોકાભિમુખ કાર્યક્રમો યોજવાની સૂચનાના પગલે ગાંભોઈ પોલીસ સ્ટેશન દ્વારા "તેરા તુજકો અપર્ણ" કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી દરમિયાન, અરજદાર મુકેશસિંહ પ્રતાપસિંહ પરમારનો VIVO Y31 5G મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧૮,૪૯૯) અને અરજદાર કિરણકુમાર જીગાભાઈ ભગોરાનો VIVO V50 E મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨૬,૯૯૯) ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયા હતા. આ બંને મોબાઈલ ફોનને પોલીસે હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સફળતાપૂર્વક શોધી કાઢ્યા હતા.

શોધી કાઢવામાં આવેલા બંને મોબાઈલ ફોન "તેરા તુજકો અપર્ણ" કાર્યક્રમ અંતર્ગત તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ચૌધરી, અ.પો.કો. ઇન્દ્રરાજસિંહ દિલીપસિંહ, અ.પો.કો ઇન્દ્રજીતસિંહ ભુપેન્દ્રસિંહ, અ.પો.કો મહિપાલસિંહ ચંદુસિંહ અને IT EXPERT હર્મિશકુમાર રાકેશભાઇ પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ યોગદાન આપ્યું હતું.
📲Get App