🔥 ट्रेंडिंग પાટણમાં ૭ ઓક્ટોબરે યોજાશે ‘સેવા જ્યોતિ... फरीदाबाद: श्री बालाजी हनुमान मंदिर में... बेटिम में कुत्तों की मौतों की जांच शुर... सरकार ने नई नियमों के तहत चार‑स्तरीय क... आरबीआई ने क्यू3 FY27 से सात नए राज्यों... नागालैंड फिल्म निर्माता थीजा रियो ने ‘...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

લાઠીમાં હલાણ અલગ કરવાની ના પાડતાં પ્રૌઢને ઇંટ અને ઘોકા વડે માર માર્યો

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 01 अक्टू. 2026, 11:30 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠીમાં રહેતા 90 વર્ષીય પ્રૌઢને તેમના જ સંબંધીઓએ ઘરનું હલાણ અલગ કરવાની ના પાડતાં ઈંટ અને ઘોકા વડે મારમારી ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લાઠી શહેરમાં રહેતા 90 વર્ષીય નંદલાલભાઈ ભીમભાઈ પરમાર સાથે ઘરનું હલાણ અલગ કરવાની ના પાડતાં બે શખ્સો દ્વારા મારમારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે નંદલાલભાઈ પરમારે વિપુલભાઈ નંદલાલભાઈ પરમાર અને હેતલબેન વિપુલભાઈ પરમાર વિરુદ્ધ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી નંદલાલભાઈ પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન બંને આરોપીઓ ત્યાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે, "અમારે અમારા ઘરનું હલાણ અલગ કરવું છે." જેની ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ નંદલાલભાઈ પર હુમલો કર્યો હતો. આરોપીએ ઈંટ વડે તેમના માથાના ભાગે મારતાં બે ટાંકા આવે તેવી ઈજા પહોંચાડી હતી.

આ ઉપરાંત, આરોપીઓએ ઘોકા વડે ફરિયાદીના ડાબા પગના સાથળ તથા નળા પર પણ માર માર્યો હતો, જેમાં તેમના સાથળ પર ત્રણ ટાંકા આવે તેવી ગંભીર ઈજા થઈ હતી. એટલું જ નહીં, બંને આરોપીઓએ ઢીકાપાટુનો વરસાદ વરસાવીને ફરિયાદીને મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી.

આ સમગ્ર ઘટના અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ આ બનાવની વધુ તપાસ કરી રહ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App