🔥 TRENDING ધનસુરા પોલીસ સે મોબાઈલ ગુમ થયેલો પરત આ... नवादा के सूर्य मंदिर परिसर में विशेष स... आंगनवाड़ी केंद्रों पर ‘आंगन का मिलन’ स... Shillong Cherry Blossom Festival 2026... Meghalaya Driver Aneesh Sangma Wins X3... Meghalaya Man Returns to Class 10 Afte...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લીના-: મોડાસામાં બંધ મકાનમાં ચોરી કરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો,મુદ્દામાલ કબ્જે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 07:26 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા ટાઉન પોલીસે સુવિધા પાર્ક સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડીને થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરી થયેલ દસ્તાવેજોની ફાઈલ અને રોકડ રકમ પણ કબજે કરી છે..

અરવલ્લીમાં-:
ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના પગલે મોડાસા ટાઉન પોલીસ સક્રિય બની હતી.આ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.ગઈ તારીખ ૩૦/૦૯/૨૦૨૬ ના રોજ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદ મુજબ તારીખ ૨૭/૦૯/૨૦૨૬ ના રોજ સાંજે આશરે ૧૯:૩૦ વાગ્યે મોડાસાની સુવિધા પાર્ક સોસાયટીમાં આવેલ એક બંધ મકાનનું તાળું તોડીને ચોર ઘરમાં પ્રવેશ્યા હતા.ચોરોએ કબાટમાં રાખેલ દસ્તાવેજોની ફાઈલ (ઓરીજનલ દસ્તાવેજ) અને રોકડ રકમ ચોરી કરી હતી..

પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે.રાઠોડ અને તેમની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન, બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે સુવિધા પાર્ક સોસાયટી, પાલનપુર ખાતે બંધ મકાનમાં ચોરી કરનાર આરોપી કુણાલ લલીતકુમાર પ્રિયદર્શિ, રહેવાસી રાયગઢ, તા. હિંમતનગર, જી. સાબરકાઠા, હાલ પાવનસીટી ખાતે ઉભો છે.આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને દબોચી લીધો હતો.પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ અન્ય સહ-આરોપીઓ સાથે મળીને ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલ દસ્તાવેજોની ફાઈલ અને રોકડ રકમ મુદ્દામાલ તરીકે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

આ ગુનો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ગુના નંબર-૧૧૧૮૮૦૦૯૨૬૦૯૧૪/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૩૧(૪),૩૦૫(એ),૫૪ મુજબ નોંધાયો છે.આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં આર.ડી. ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર), આર.જે. રાઠોડ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર), આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર શોમાભાઇ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પ્રવિણસિંહનો સમાવેશ થાય છે.
📲Get App