🔥 TRENDING Dhamma Awareness Yatra Chariot Receive... બનાસકાંઠા પોલીસ નવરાત્રી મહોત્સવ આયોજિ... Lionel Messi to Play Final Argentina M... सांसद मुकेश राजपूत ने जैथरा में स्वच्छ... BTech Student Dies by Suicide at Women... ચમોલી, ઉત્તરાખંડમાં 4.9 રિક્ટરની भूकंप...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના સચિન જીઆઈડીસી સ્થિત યાર્નના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Oct 2026, 10:48 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા યાર્નના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક યાર્નના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ગોડાઉનના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગે પહેલા માળને પણ ઝપેટમાં લઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી અને સુરત મહાનગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ફાયર વિભાગના જવાનોએ સતત દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
📲Get App