🔥 TRENDING नवरात्रि से पहले गुना-शिवपुरी में व्यव... खाद्य एवं राजस्व विभाग की कार्रवाई: फर... Akhilesh Yadav Accuses BJP of Imposing... BJP Intensifies Campaign Ahead of 2027... UP CM Yogi Adityanath Criticises Pre‑2... CAP Demands Removal of Sikkim Advisor...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સાબરકાંઠા જિલ્લામાં સફાઈ મિત્રો માટે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 03:54 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં સફાઈ મિત્રો અને તેમના આશ્રિતોના સ્વાસ્થ્યની કાળજી તથા સુખાકારીને ધ્યાનમાં રાખીને સિંગલ વિન્ડો સ્વાસ્થ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

સાબરકાંઠામાં-:
સફાઈ મિત્રો અને તેમના આશ્રિતોના સ્વાસ્થ્યની કાળજી તથા સુખાકારીને ધ્યાનમાં રાખીને 'સફાઈ મિત્ર સુરક્ષા અને સન્માન' શિબિર અંતર્ગત એક સિંગલ વિન્ડો સ્વાસ્થ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પ દરમિયાન સફાઈમિત્રો અને તેમના પરિવારજનોને એક જ સ્થળે વિવિધ જરૂરી આરોગ્ય સેવાઓ અને તબીબી તપાસનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.આ પહેલનો મુખ્ય હેતુ સફાઈ મિત્રોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સમયસર આરોગ્ય તપાસ કરાવવાની ટેવ વિકસાવવાનો હતો. સફાઈ મિત્રો શહેરની સ્વચ્છતા જાળવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે,ત્યારે તેમના સુરક્ષા,આરોગ્ય અને સન્માનને પ્રાથમિકતા આપવી અત્યંત જરૂરી છે..

આ શિબિર દ્વારા સફાઈમિત્રો તથા તેમના આશ્રિતોને આરોગ્ય સેવાઓનો સરળતાથી લાભ મળે,જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થાય અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ વધે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો.આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સફાઈમિત્રોના સર્વાંગી કલ્યાણ માટે આવી સેવાઓ અને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવાનો હતો. આરોગ્ય તપાસ દ્વારા તેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યાઓનું નિવારણ લાવવામાં મદદ મળી.
📲Get App