🔥 TRENDING ખેડબ્રહ્મામાં અજાણ્યા શખ્સનો આતંક: 15થ... रलावता के देवमंड की ढाणी में दो माह से... રાણાકંડોરણામાં ખેતરમાં યુવકનો મૃતદેહ મ... शराब सेल्समैन से लूट का खुलासा: दो आरो... विधायक अमन अरविंद गिरि ने हाईवे पर घाय... Spiritual Leader Kalki Bhagavan Dies a...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

આમોદના નાહિયેર ગામની સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં અજાણ્યા શખ્સ દ્વારા તોડફોડ અને ચોરીનો પ્રયાસ

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 30 Sep 2026, 01:45 PM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદ તાલુકાના નાહિયેર ગામમાં આવેલી શ્રી સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી ઓફિસમાં તોડફોડ કરી હતી અને વિદ્યાર્થીઓની ફીની રકમ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આમોદ તાલુકાના નાહિયેર ગામે આવેલી શ્રી સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં અજાણ્યા ઈસમોએ ઘૂસીને વ્યાપક તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આચાર્યની ઓફિસમાં રહેલ સી.પી.યુ., મોનિટર, પ્રિન્ટર તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલા લેપટોપને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, બાળકોની આશરે ₹15,000 થી ₹17,000 જેટલી ફીની રકમ પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે, જેના પગલે આ ઘટના પાછળ ચોરીનો ઈરાદો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે શ્વાન દળની મદદથી તપાસ શરૂ કરી છે. હાલમાં CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે અજાણ્યા ઈસમોની શોધખોળ ચાલી રહી છે. પોલીસ આ ઘટના પાછળ માત્ર તોડફોડનો ઈરાદો હતો કે ચોરીનો પ્રયાસ હતો તે દિશામાં તપાસ કરી રહી છે.
📲Get App