🔥 TRENDING शहडोल में दबंगों की प्रताड़ना से त्रस्... ભરૂચ બી ડિવિઝન પોલીસે એમડી ડ્રગ્સના જથ... Bidar ciry news અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન અમરેલી: સાવરકુંડલા રોડ રેલ્વે ફાટક 12... वारिसलीगंज में जाम से निजात: सुबह 8 से...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ...

ગુજરાત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ...

✍️ Reporter: Atul Thakor 🗓 30 Sep 2026, 06:06 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ...

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં સરહદી જિલ્લા ભુજમાં યોજેલી બેઠકમાં સરહદ રક્ષક દળો, કેન્દ્રીય એજન્સીઓ, રાજ્ય અને જિલ્લા તંત્ર અને નાગરિકો એમ ચાર સ્તંભ આધારિત આ ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડનો ખ્યાલ આપેલ છે; વન બોર્ડર-વન પિક્ચર-વન ચેઈન ઓફ એક્શન અંતર્ગત સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા ફ્રેમવર્ક મજબૂત અને સંકલિત બનાવવા પર સામૂહિક મંથન થયું...

સરહદી વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ-ઘૂસણખોરી-નશીલા પદાર્થોની હેરાફેરી કરાવનારાઓને સ્પષ્ટ સંદેશ આપીએ કે ગુજરાતમાં હવે આવા કૃત્યો ચાલશે નહિ: મુખ્યમંત્રીશ્રી

રોજીંદા કામો અને સરહદી સુરક્ષાને લગતા કામોમાં મોટો ફેર છે, ઉત્સાહી અને ખંતીલા લોકોને જોડીને વિના વિલંબે પરિણામદાયી કામ થાય તે સુનિશ્ચિત કરીએ: નાયબ મુખ્યમંત્રીશ્રી

કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઝને ઈન્ટીગ્રેટેડ એપ્રોચથી કાર્યરત રહેવાનો અનુરોધ કરી નાયબ મુખ્યમંત્રીશ્રીએ દબાણો દૂર કરવાના કામો અટકે નહિ તેવી તાકીદ કરી...
📲Get App