🔥 ट्रेंडिंग বাগনানের খালোড় কালীবাড়িতে সকল রাজ্যে... पंचायतीराज चुनाव सीधी-रीवा सुगम परिवहन सेवा शुरू, यात्र... ಯಲಹಂಕ: ಮತ್ತಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಅದ್ದೂರಿಯಾಗಿ... सुप्रीम कोर्ट में कान्हा @ कान्हैया सि... अमृतसर में नाकाबंदी के दौरान युवक को द...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રાપર નજીક નંદાસર ગામ પાસે ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત, ભચાઉ ફાયર ટીમ દ્વારા મૃતદેહ બહાર કઢાયો

✍️ रिपोर्टर: Rameshbhai Ven 🗓 30 सित. 2026, 09:24 PM 👁 18
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાપર તાલુકાના નંદાસર ગામ પાસે નદીમાં ન્હાવા પડેલા બે યુવકોમાંથી એકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ દ્વારા 4 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.

આજ રોજ બપોરે લગભગ 3.30 વાગ્યે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ ને રાપરથી જાણ કરવામાં આવી હતી કે રાપર તાલુકાના નંદાસર ગામ પાસે નદીમાં બે યુવકો ન્હાવા પડ્યા હતા. તેમાંથી એક યુવકનો બચાવ થયો હતો, જ્યારે બીજો યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

માહિતી મળતાની સાથે જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં ડૂબી ગયેલા યુવકને શોધવા માટે બોટ દ્વારા શોધખોળ શરૂ કરી હતી. લગભગ 4 કલાકની સઘન શોધખોળ અને મહામહેનત બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

મૃતક યુવકની ઓળખ દિનેશ ભાણા કોળી તરીકે થઈ છે, જેની ઉંમર આશરે 25 વર્ષ જણાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં શોકનો માહોલ છવાયો છે.

આ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના દાફડા પ્રવીણ, કુલદીપ ભાઈ, શક્તિ સિંહ અને મયુર રામાનંદી સહિતના સભ્યો જોડાયા હતા અને તેમણે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
📲Get App