🔥 TRENDING बिजली टावर गिरते समय 19 वर्षीय श्रमिक... निर्वाचन ड्यूटी से अनुपस्थित रहने पर प... Deep Rock Galactic Unveils Update 3 Tr... Jump Space Unveils Anniversary Update... GBPUAT Signs Three MoUs to Boost Resea... Delhi Municipal Corp. Mandates Safety...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઊંઝા તથા વનકવચ સુણક લોકાર્પણ

✍️ Reporter: Rushikesh Joshi 🗓 30 Sep 2026, 08:00 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઊંઝા તથા વનકવચ સુણક લોકાર્પણ

૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઊંઝા તથા વનકવચ સુણક લોકાર્પણ

આજ રોજ ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ૨૦૨૬ સુણક ખાતે શ્રી હરિભાઈ પટેલ મહેસાણા સાંસદ સભ્યના અધ્યક્ષતામાં ભવ્ય અને જીવઉત્સાહપૂર્ણ

આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય શ્રી કે કે પટેલ સાહેબ તાલુકો પંચાયત પ્રમુખ શ્રીમતી હિનલબેન દેસાઈ તાલુકા ઉપપ્રમુખ શ્રી કશ્યબ પટેલ શ્રી અમરતજી રાજપૂત સરપંચશ્રી સુણક તથા જિલ્લા ડિલિકેટશ્રીઓ તાલુકો ડેલિકેટશ્રીઓ તથા ઊંઝા તાલુકા વિવિધ આગેવાનો ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો
તાલુકાના વિવિધ ગામો માંથી મોટી સંખ્યામાં પધારેલા નાગરિકો વિદ્યાર્થીઓ અને વનપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો
કાર્યક્રમ માં 66 જાતો ના 1 હેક્ટર વિસ્તારમાં 10000 રોપા વાવેતર કરી વનકવચ સુણક બનાવી માનનીય સાંસદશ્રી હરિભાઈ અને માનનીય ધારાસભ્યશ્રી કે કે પટેલ ન હસ્તે લોકો ને અર્પણ કર્યુ
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને વન વિભાગના અધિકારીઓ દ્વારા વૃક્ષો અને પર્યાવરણનું માનવજીવનમાં મહત્વ વૃક્ષોના સંરક્ષણ તથા પર્યાવરણની જાળવણી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં વૃક્ષારોપણને માત્ર એક દિવસ પૂરતું સીમિત ન રાખી વાવેલા વૃક્ષોની નિયમિત માવજત અને સંરક્ષણ માટે સૌને જાગૃત થવા આહવાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમશ્રીમતી બિંદુબેન પટેલ (IFS)નાયબ વન સંરક્ષક મહેસાણાની આગેવાની હેઠળ સુવ્યવસ્થિત આયોજન, સુંદર સંકલન અને કુશળ સંચાલન સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો
વૃક્ષ વાવો, વૃક્ષ ઉછેરો અને પર્યાવરણ બચાવો ના સંદેશ સાથે યોજાયેલ આ વન મહોત્સવ સૌ માટે પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો હતો
📲Get App