अपराध
શામળાજી પોલીસે કાચના જથ્થાની આડમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો..
અરવલ્લી જિલ્લામાં પ્રોહીબિશનની બદી નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત શામળાજી પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે કાચના સામાનની આડમાં છુપાવેલો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે..
અરવલ્લીમાં-:
પ્રોહીબિશનની બદીને નેસ્તનાબૂદ કરવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિર્દેશોના પગલે શામળાજી પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને નાકાબંધી ગોઠવવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી.ગોહીલને બાતમીદાર મારફતે ચોક્કસ હકીકત મળી હતી કે એક ટાટા કંપનીની ટ્રક (રજી. નં. UK17CA7774) માં વિદેશી દારૂ ભરેલો છે અને તે હિમ્મતનગર તરફ જવાની છે.આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટ્રકને રોકી તપાસ હાથ ધરી હતી.ટ્રક ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઇમરાન સન ઓફ સિરાજઉદ્દીન ગસીટા,રહે.મુઝફ્ફરનગર,ઉત્તરપ્રદેશ જણાવ્યું હતું..
પોલીસે ટ્રકની તલાશી લેતાં કાચના સામાનની આડમાં છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૧ પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ ૫૨૮ ક્વાટર નંગ દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત આશરે રૂ. ૯૨,૪૦૦/- થાય છે. આ ઉપરાંત, એક મોબાઈલ ફોન (કિં. રૂ. ૫,૦૦૦/-) અને ટ્રક (કિં. રૂ. ૧૦,૦૦,૦૦૦/-) તથા કાચનો સામાન (કિં. રૂ. ૯,૬૮,૩૭૮.૭૮/-) મળી કુલ રૂ. ૨૦,૬૫,૭૭૮.૭૮/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂ ભરાવનાર તથા મંગાવનાર ઈસમોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.માલ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી.ગોહીલ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિહ નાથુસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાહ્યાભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ અભરાજભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધરમવીરસિંહ હરીસિંહ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કાળુસિંહ
આમ,શામળાજી પોલીસને પ્રોહીબીશનનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.