🔥 TRENDING बागपत: धोखाधड़ी कर कारोबार में इस्तेमा... રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખોલતી... સિટી સર્વે અને જમીન દફ્તરની હડતાળ: બિલ... Gujarat Family Missing Abroad, Relativ... Karnataka Government Approves Global T... Karnataka Minister DK Shivakumar Refut...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલાના કોટડી મુકામે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાયો: ૨૩૦ નાગરિકોએ સરકારી યોજનાઓનો લાભ લીધો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 30 Sep 2026, 10:34 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલાના કોટડી મુકામે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાયો: ૨૩૦ નાગરિકોએ સરકારી યોજનાઓનો લાભ લીધો

"નાગરિક સુધી સરકાર" અભિગમ થયો સાર્થક: વિધવા અને વૃદ્ધ સહાયના ૧૯ હુકમો સ્થળ પર જ મંજૂર કરવામાં આવ્યા

અમરેલી તા. ૨૯ સપ્ટેમ્બર
આજરોજ રાજ્ય સરકારના "નાગરિક સુધી સરકાર" ના લોકાભિમુખ અભિગમને ખરા અર્થમાં ચરિતાર્થ કરતો 'સેવાસેતુ ૨.૧' કાર્યક્રમ રાજુલા તાલુકાના કોટડી ગામે ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોટડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુલા તાલુકાની તમામ સરકારી કચેરીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ ૬ જેટલા સ્થાનિક પદાધિકારીશ્રીઓ ખાસ હાજર રહ્યા હતા. ગ્રામજનોને એક જ સ્થળે તમામ વહીવટી સેવાઓ મળી રહે તે માટે વિવિધ સ્ટોલ ઊભા કરીને પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સ્થળ પર જ ૧૯ નાગરિકોને સહાય મંજૂર કરવામાં આવી હતી. આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વિધવા સહાય, વૃદ્ધ સહાય, આવક અને જાતિના દાખલા, આરોગ્ય સેવાઓ, પશુચિકિત્સા, બેન્કિંગ સેવાઓ, વીજ સેવાઓ, પી.એમ. સૂર્યઘર યોજના તેમજ પંચાયત અને મહેસૂલ (રેવન્યુ) વિભાગને લગતી વિવિધ સેવાઓનો કુલ ૨૩૦ લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ મેળવ્યો હતો.

વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરીને ૧૩ વિધવા બહેનોની સહાય અને ૬ નિરાધાર વૃદ્ધોની પેન્શન સહાયના કેસોને સ્થળ પર જ મંજૂરી આપી દેવામાં આવી હતી. વહીવટી પ્રક્રિયાના આ ઝડપી નિકાલને કારણે અરજદારોમાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી અને સરકારનો સેવાસેતુનો મૂળ ઉદ્દેશ ખરા અર્થમાં સાકાર થયો હતો.
📲Get App