🔥 TRENDING બગસરા સમર્થ મહિલા ક્રેડિટ સોસાયટીની ત્... कलेक्टर ने जनसुनवाई में सुनीं सैकड़ों... ગુજરાત ATS - કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરે... કાલાવડના નિકાવા ગામનો ખારા ડેમ ખાલી, સ... अवैध कॉलोनियों पर प्रशासन का शिकंजा: द... સાવરકુંડલા: ગેરકાયદે બાંધકામો પર બીજા...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

તરસાડી નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે કડક ઝુંબેશ: દંડ અને સફાઈની કાર્યવાહી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 09:40 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તરસાડી નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાલિકા તંત્ર દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ચીફ ઓફિસરની ટીમે અનેક વેપારીઓ અને નાગરિકો સામે દંડનીય કાર્યવાહી કરી છે.

તરસાડી નગરપાલિકા વિસ્તારને કચરા પોઈન્ટ મુક્ત બનાવવાના ભાગરૂપે પાલિકા તંત્ર દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ચીફ ઓફિસર નીલકંઠભાઈ અને તેમની ટીમે વિવિધ વિસ્તારોમાં સઘન સ્થળ તપાસ હાથ ધરી જાહેરમાં કચરો ફેંકતા વેપારીઓ અને નાગરિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહીનો સપાટો બોલાવ્યો છે.

અભિયાન દરમિયાન તરસાડી-કોસંબાની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગ પર દુકાનદારો તથા સ્થાનિક રહીશો કચરાપેટી (ડસ્ટબિન) રાખે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ વેળાએ અનેક દુકાનદારો પોતાની દુકાન બહાર રસ્તા પર જ કચરો ફેંકતા ઝડપાયા હતા. પાલિકા ટીમે તાત્કાલિક આવા દુકાનદારો સામે દંડ ફટકારીને તેમની પાસે જ જાહેરમાં સફાઈ કરાવી કડક સંદેશ પાઠવ્યો હતો.

આ ઉપરાંત શિવકૃપા હોસ્પિટલની સામે, ઝંડાચોકથી કુંવારડા ચોકડી તરફ જતા રોડની બાજુમાં જાહેરમાં કચરો ફેંકતા લોકોને રંગેહાથ પકડવા રાત્રિ ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન જાહેરમાં કચરાનો નિકાલ કરતા લોકોને પકડી પાડી દંડ વસૂલવામાં આવ્યો હતો.

સાથે જ જાહેરમાં પેશાબ કરીને અસ્વચ્છતા ફેલાવતા એક યુવકને પણ ઝડપી પાડી તેની સામે દંડકીય પગલાં લેવાયા હતા. પાલિકા દ્વારા અત્યાર સુધીમાં આવા આશરે 10 જેટલા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
📲Get App