🔥 ट्रेंडिंग પીપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશનમાં ફરજ બજાવત... भारत बनाम वेस्ट इंडीज: 2nd ODI गुवाहाट... फिल्मीबीट ने थंडर चेसर सीजन 1 के नए लॉ... कोयला इंडिया और हिंदुस्तान उर्जा ने झा... रॉबिनहुड स्टॉक में उछाल, प्लेटफ़ॉर्म न... IOVA, ABCL, CRWD शेयरों ने 52‑सप्ताह क...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આઇ.ટી.આઇ ધારી ખાતે તા. ૭ ઓક્ટોબરે ભરતીમેળાનું આયોજન; રૂ. ૧૫,૫૦૦ થી ૧૮,૦૦૦ સુધીનો પગાર મેળવવાની તક

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 30 सित. 2026, 10:30 AM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આઇ.ટી.આઇ ધારી ખાતે તા. ૭ ઓક્ટોબરે ભરતીમેળાનું આયોજન; રૂ. ૧૫,૫૦૦ થી ૧૮,૦૦૦ સુધીનો પગાર મેળવવાની તક

અમરેલી તા. ૨૯ સપ્ટેમ્બર
રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગુજરાત સરકાર હસ્તકની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધારી દ્વારા એપ્રેન્ટિસ તેમજ બેરોજગાર તાલીમાર્થીઓને રોજગારીની ઉત્તમ તક પૂરી પાડવા માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો આગામી તા. ૦૭-૧૦-૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઇ.ટી.આઇ ધારી, હીમખીમડી, તુલશીશ્યામ રોડ ખાતે યોજાશે.

આ ભરતી મેળામાં જાણીતી કંપની ORBIT BEARINGS INDIA PRIVATE LIMITED RAJKOT દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી ખાસ કરીને ફિટર (Fitter), ટર્નર (Turner), વેલ્ડર (Welder), ડીઝલ મિકેનિક (Diesel Mechanic) અને મિકેનિકલ ટ્રેડ્સ (Mechanical Trades) પાસ આઉટ તાલીમાર્થીઓ માટે રાખવામાં આવી છે. કંપની દ્વારા પસંદગી પામનાર ઉમેદવારોને અંદાજિત રૂ. ૧૫,૫૦૦ થી રૂ. ૧૮,૦૦૦ જેટલો આકર્ષક માસિક પગાર ચૂકવવામાં આવશે.

આઇ.ટી.આઇ ધારીના તમામ લાયક પાસઆઉટ તાલીમાર્થીઓને આ ભરતી મેળાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ભરતી મેળામાં ભાગ લેવા આવતા તમામ ઉમેદવારોએ પોતાના આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના તમામ અસલ તેમજ નકલ દસ્તાવેજો (સર્ટિફિકેટ્સ) સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે તેમ આઇ.ટી.આઇ ધારીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
📲Get App