🔥 ट्रेंडिंग चंपालाल मीणा ने अमलोदा गांव में संभाला... एनटीपीसी हाउस में गणेश चतुर्थी पर जन्मे बछड़े हाथी को छत... छत्तीसगढ़ HC ने हाईवे पर मोटरसाइकिल स्... छत्तीसगढ़ ने पूर्व अग्निवीरों के लिए 1... बस्तर में आठ पूर्व नक्सलियों ने कक्षा...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

હિંમતનગર ગ્રામ્ય પોલીસે સિમેન્ટ પાઇપ ફેક્ટરી ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 30 सित. 2026, 10:34 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે, હિંમતનગર ગ્રામ્ય પોલીસે વાસણા(દા) ગામની જલારામ પાઇપ ફેક્ટરીમાંથી ચોરી થયેલ મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે..

સાબરકાંઠામાં-:
મિલકત સબંધી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલનાઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ અંતર્ગત હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ દ્વારા ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે.પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.ચૌધરીનાઓની સૂચના મુજબ સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ એસ.એમ.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક સી.એન.જી રીક્ષાને અટકાવી હતી..

રીક્ષામાંથી ત્રણ ઈસમો મળી આવ્યા હતા,જેમની પૂછપરછ કરતાં તેમણે પોતાની ઓળખ પ્રવિણભાઈ કોદરભાઈ વાઘરી,વિજયભાઈ મુકેશભાઈ વાઘરી અને ભાવેશભાઈ સન ઓફ પ્રવિણભાઈ કોદરભાઈ વાઘરી તરીકે આપી હતી.આ ત્રણેય ઈસમો દાવડ ગામના રહેવાસી છે.પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓએ ચાર-પાંચ દિવસ અગાઉ વાસણા(દા) ગામે આવેલી જલારામ પાઇપ નામની સિમેન્ટ પાઇપ બનાવવાની ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા તેમના ઓળખીતા અંકિત ઉર્ફે બળવંત સાથે મળીને તારીખ ૨૩/૦૯/૨૦૨૬ અને ૨૪/૦૯/૨૦૨૬ ની રાત્રિ દરમિયાન ફેક્ટરીમાંથી સિમેન્ટના ફરમા બનાવવા માટે વપરાતી લોખંડની નાની-મોટી રીંગોની ચોરી કરી હતી.આ ચોરીમાં ઉપયોગમાં લીધેલ સી.એન.જી રીક્ષા (રજી. નં. GJ.27.W.2291) માં મુદ્દામાલ ભરીને તેઓ હિંમતનગર તરફ જઈ રહ્યા હતા..

પોલીસે રીક્ષામાંથી કુલ ૧૪ નાની લોખંડની રીંગો અને આરોપીઓના ઘર પાછળથી વધુ ૨ નાની તથા ૮ મોટી રીંગો મળી કુલ ૨૪ રીંગો,જેની કિંમત આશરે રૂ.૧,૩૬,૦૦૦/- થાય છે,તે કબજે લીધી છે.આ ઉપરાંત ચોરીમાં વપરાયેલી સી.એન.જી રીક્ષા જેની કિંમત આશરે રૂ. ૩૦,૦૦૦/- છે,તે પણ કબજે કરવામાં આવી છે.આમ કુલ રૂ.૧,૬૬,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં આ ચોરીનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે.કામગીરી કરનાર ટીમ જેમાં વી.એમ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ સોલંકી,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રવિકુમાર રમેશભાઈ,પોલીસ કોન્સ્ટેબલ કપિલકુમાર કલ્યાણસિંહ,પોલીસ કોન્સ્ટેબલ નિકુલસિંહ મહેન્દ્રસિંહ,પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ..
📲Get App