🔥 TRENDING અમદાવાદમાં સાયબર ફ્રોડની 8 ફરિયાદો: 30... गोला गोकर्णनाथ में खुला नया सिनेमाघर '... અમદાવાદ ગ્રામ્ય: પંડિત દીનદયાળ નગરમાં... ટ્રાફિક સિગ્નલના અમલને બદલે ટુ-વ્હીલર... ભુજમાં "સેવા મારું યોગદાન" અભિયાન હેઠળ... गुजरात एटीएस ने लक्षद्वीप के पास से 52...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મનપાની સામાન્ય સભામાં પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ શાસક પક્ષની ભૂમિકા ભજવી, અધૂરા પ્રોજેક્ટ્સ મુદ્દે કમિશનરનું ધ્યાન દોર્યું

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 11:18 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આ વખતે વિપક્ષને બદલે શાસક પક્ષના જ એક અગ્રણી કોર્પોરેટર અને પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ અધૂરા વિકાસ કામો અને પેન્ડિંગ ઠરાવોના અમલીકરણ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા.

સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે મળી હતી, જેમાં હંમેશા વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા વિકાસ કામોના મુદ્દાઓ આ વખતે શાસક પક્ષના જ એક અગ્રણી કોર્પોરેટર દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. નવા કમિશનરના પ્રથમ બોર્ડમાં જ પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ અધૂરા પ્રોજેક્ટ્સ અને પેન્ડિંગ ઠરાવોના અમલીકરણ અંગે સ્પષ્ટપણે રજૂઆત કરી હતી.

સામાન્ય રીતે, સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શહેરમાં મંદ ગતિએ ચાલતા કે અટકી પડેલા વિકાસ કામોના મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે દ્રશ્ય કંઈક અલગ જ હતું. શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ વિપક્ષની ભૂમિકા ભજવીને હાલના મેયર અને નવા કમિશનરનું ધ્યાન દોર્યું હતું.

ગત ટર્મમાં સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કરાયેલા ઠરાવોના અમલીકરણ અંગે પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, "બોર્ડમાં કમિશનરનો આજે પહેલો દિવસ હતો. મેં અમુક સૂચન કર્યા હતા કે ગત ટર્મમાં સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીએ જે ઠરાવ કર્યા હતા એનું જલ્દીમાં જલ્દી ઈમ્પ્લિમેન્ટેશન થાય. સોસાયટીમાં બ્લોક નાખવાના હતા તેમજ ટ્રીમિંગ માટે નવું મહેકમ ઊભું કરી તમામ ઝોનમાં નવી એજન્સી હાયર કરી સોસાયટીઓમાં ટ્રીમિંગની પ્રક્રિયા શરૂ કરવાનો ઠરાવ કરાયો હતો. આ મુદ્દે મેં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે કે તેનું ઝડપથી અમલીકરણ થાય."
📲Get App