अपराध
બાબરા: પરિણીતાને છોડી પતિએ અન્ય સ્ત્રી સાથે કર્યા મૈત્રી કરાર, પોલીસ ફરિયાદ નોંધાઈ
બાબરાના ખંભાળા ગામની પરિણીતાએ પોતાના પતિ, સસરા અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. પતિ પર અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરવાનો અને શારીરિક-માનસિક ત્રાસ આપવાનો આરોપ છે.
બાબરાના ખંભાળા ગામે રહેતા કાજલબેન મનુભાઈ વાળા (ઉ.વ. ૩૭) દ્વારા તેમના પતિ મુકેશભાઈ કરશનભાઈ ભક્કી, સસરા કરશનભાઈ ગોવિંદભાઈ ભક્કી અને સાસુ જસુબેન કરશનભાઈ ભક્કી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ જસદણના વડોદ ગામના રહેવાસીઓ સામે કરવામાં આવી છે.
લગભગ તેર વર્ષ પહેલા મુકેશભાઈ ભક્કી સાથે થયેલા લગ્ન બાદ કાજલબેન સંયુક્ત પરિવારમાં રહેતા હતા. શરૂઆતમાં તેમને સારી રીતે રાખવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં આરોપીઓ દ્વારા મેણા-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ દારૂ પીને હેરાન કરતા અને ઢીકાપાટુનો માર મારતા હતા, જ્યારે સાસુ-સસરા પણ ચડામણી કરી બિભત્સ ગાળો આપતા હતા.
ફરિયાદ અનુસાર, પતિ મુકેશભાઈએ કાજલબેન અને તેમના સંતાનોને છોડીને અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી લીધા હતા. સતત ત્રાસ સહન ન થતાં કાજલબેન પોતાના સંતાનો સાથે પીયર ચાલ્યા ગયા હતા. જ્યારે તેમણે પતિને ફોન કરીને તેડી જવા જણાવ્યું, ત્યારે પતિએ ફોન પર બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર મામલે દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. એ. ચારોલા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.