🔥 TRENDING Floods Submerge 5,000 Homes in Motihar... Flash floods hit Bihar, Uttar Pradesh... Chhattisgarh teen arrested for killing... चंपालाल मीणा ने अमलोदा गांव में संभाला... एनटीपीसी हाउस में Baby elephant born on Ganesh Chaturthi...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ખંભાળીયા ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટીંગ સેન્ટરના બે કર્મચારીઓ રૂા.૨૧૨૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Sep 2026, 10:42 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે ખંભાળીયા ખાતે આવેલ એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટીંગ સેન્ટરમાં ફરજ બજાવતા બે કર્મચારીઓને રૂા. ૨૧૨૦ ની લાંચ લેતા સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે..

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા ખાતે આવેલ એમ.જે.એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટીંગ સેન્ટરમાં મેન્યુઅલી ગાડી ચેકિંગ વર્ક કરતા ખીમાભાઇ રાયસુરભાઇ ધારાણી (ઉ.વ. ૩૩) અને લાઇન ઓપરેટર કુલદિપસિંહ મહિપતસિંહ વાઢેર (ઉ.વ. ૧૯) ને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.આ ટ્રેપ તા. ૩૦/૦૯/૨૦૨૬ ના રોજ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદીને પોતાના ટ્રકનું ફીટનેશ (પાસીંગ) સર્ટીફિકેટ કઢાવવા માટે આરોપી નંબર ૧ ખીમાભાઇ ધારાણી દ્વારા રૂા.૧૫૦૦ ની સરકારી ફી ઉપરાંત રૂા.૨૦૦૦ ની લાંચની માંગણી કરવામાં આવી હતી..

જ્યારે ફરીયાદી ટ્રકનું ફીટનેશ કરાવવા પહોંચ્યા ત્યારે તેમને સરકારી ફી સહિત કુલ રૂા. ૩૫૦૦ જમા કરાવવા જણાવાયું હતું. લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ ACB નો સંપર્ક કર્યો હતો.ACB ની ટીમે ફરીયાદીની ફરિયાદના આધારે એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટીંગ સેન્ટર, જામ ખંભાળીયા ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું..

જે દરમિયાન આરોપી નંબર ૧ એ આરોપી નંબર ૨ ને સરકારી ફી સહિતની રકમ રૂા. ૩૫૦૦ આપવાનું જણાવ્યું હતું. જે અનુસંધાને આરોપી નંબર ૨ એ ફરીયાદી પાસેથી સરકારી ફીના રૂા.૧૩૮૦ અને લાંચની રકમ રૂા.૨૧૨૦ એમ કુલ રૂા.૩૫૦૦ સ્વીકાર્યા હતા.આમ બંને આરોપીઓ એકબીજાની મદદગારી કરી ગુનો કરતા ACB દ્વારા રૂા.૨૧૨૦ ની લાંચની રકમ બંને આરોપીઓ પાસેથી રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ટ્રેપીંગ કાર્યવાહી દેવભુમિ દ્વારકા ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.આઇ.મંધરા તથા જામનગર ACB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App