🔥 ट्रेंडिंग ଚଳନ୍ତା ଟ୍ରେନରେ ଚଢ଼ିବା ବେଳେ ଖସିପଡ଼ିଲେ ମ... ସୁ-ପୋଷିତ ଓଡ଼ିଶା ଗଠନ ପାଇଁ ସରକାର ପ୍ରତିଶ୍... મહુવા–સાવરકુંડલા રોડનું કામ પૂરજોશમાં... OSSTET ପରୀକ୍ଷା ବାତିଲ୍ ନୁହେଁ, କାଲି ହିଁ... કુડીમા: શિવશક્તિ મહાદેવ હોટલના માલિક પ... শিল্পনগরী হলদিয়ার জল নিকাশি ব্যবস্থার...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

લાઠી: વ્યાજ આપવાનું બંધ કરતાં રત્ન કલાકારને જાનથી મારી નાખવાની ધમકી

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 30 सित. 2026, 11:52 AM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠી તાલુકાના આંબરડી ગામે રહેતા એક રત્ન કલાકારે મકાન બનાવવા માટે લીધેલા ઊંચા વ્યાજની રકમ ચૂકવવાનું બંધ કરતાં તેમની સાથે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

લાઠી તાલુકાના આંબરડી ગામમાં રહેતા તુલસીભાઈ કરશનભાઈ સોરઠીયા (ઉ.વ. ૪૨) નામના રત્ન કલાકારે મકાન બનાવવા માટે લીધેલા વ્યાજખોરીના પૈસા ચૂકવવાનું બંધ કરતાં તેમની સાથે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ દામનગર પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદી તુલસીભાઈ સોરઠીયાને મકાન બનાવવા માટે નાણાંની જરૂર પડતાં તેમણે ત્રિકમભાઈ કાળુભાઈ મજેઠીયાનો સંપર્ક કર્યો હતો. ત્રિકમભાઈએ ધનશ્યામભાઈ ટીંબડીયાને બોલાવીને વગર લાયસન્સે રૂ. ૮૦,૦૦૦ દસ ટકા લેખે માસિક ધોરણે ઊંચા વ્યાજે આપ્યા હતા. જેમાંથી ત્રિકમભાઈએ રૂ. ૫,૦૦૦ દલાલી પેટે કાપી લીધા હતા અને ફરિયાદીને રૂ. ૭૫,૦૦૦ આપ્યા હતા.

આરોપી ત્રિકમભાઈ અને ધનશ્યામભાઈએ ફરિયાદી પાસેથી દર મહિનાની ૧ થી ૫ તારીખ દરમિયાન રૂબરૂમાં રૂ. ૮,૦૦૦ લેખે આશરે ૧૨ મહિના સુધી વ્યાજ વસૂલ્યું હતું. કેટલીક વખત ફરિયાદી સમયસર વ્યાજ ન ચૂકવી શકતાં આરોપીઓએ ૨-૨ હજાર રૂપિયા વધારાના લઈને કુલ રૂ. ૯૮,૦૦૦ સુધીની વ્યાજની રકમ વસૂલી હતી. ત્યારબાદ છેલ્લા ચાર મહિનાથી ફરિયાદીએ વ્યાજ આપવાનું બંધ કરતાં બંને આરોપીઓએ તેમની સાથે ગાળાગાળી કરી, પઠાણી ઉઘરાણી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર બનાવ અંગે દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.એ.ચારોલા દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App