🔥 TRENDING ચોટીલાના નાયબ કલેક્ટરની કાર્યવાહી: જામ... Delhi-NCR Implements New GRAP, Parking... Haryana FDA arrests two more in allege... Haryana Sends Entire Wrestling Squad t... Drishti IAS Publishes Daily Haryana Cu... Chhattisgarh Consumer Commission calls...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

અમરેલીની ગજેરા કેમ્પસમાં વિદ્યાર્થીઓની કલા અને સાંસ્કૃતિક પ્રતિભાને ઉજાગર કરતી સ્પર્ધા યોજાઈ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 29 Sep 2026, 11:50 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા ખાતે KG થી શાનશક્તિ સુધીના વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક અને સુલેખન સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા ખાતે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કલા અને સાંસ્કૃતિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં KG, પ્રાથમિક, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, મિશ્ર માધ્યમ તેમજ શાનશક્તિ વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન, વિદ્યાર્થીઓએ ભજન, સુગમ સંગીત, દોહા-છંદ તેમજ પ્રાચીન અને અર્વાચીન ગરબા જેવી વિવિધ કલાઓનું મનમોહક પ્રદર્શન કર્યું હતું.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓમાં લેખનકૌશલ્ય અને સુંદર અક્ષરલેખન જેવી ક્ષમતાઓ વિકસે તે હેતુથી સુલેખન સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. નાના ભૂલકાંઓથી લઈને મોટા વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

ગજેરા કેમ્પસ દ્વારા શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને હંમેશા મહત્વ આપવામાં આવે છે. આ પ્રસંગે કેમ્પસના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, દરેક બાળકમાં વિશેષ પ્રતિભા રહેલી હોય છે અને તેને યોગ્ય મંચ મળવો અત્યંત જરૂરી છે. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે આનંદ અને ગૌરવની ક્ષણ બની રહ્યો હતો.
📲Get App