🔥 TRENDING Barish bavjood bhojubeer ke ramleela m... फर्रुखाबाद: खुले नाले में बहकर चार साल... ତ୍ରିସିକାଙ୍କୁ ସାହାଯ୍ୟ ପାଇଁ ସାମାଜିକ ବାର୍... eduction फर्रुखाबाद: गड्ढे के पानी में डूबने से... ପିଏମଜିଏସ୍‌ୱାଇ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ସାଂସଦଙ୍କୁ...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અંબાજીમાં 'દિવ્યાંગ સેવા સેતુ' કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્ર મળ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 10:15 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબાજી ખાતે 'દિવ્યાંગ સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અત્યાર સુધીમાં ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્ર એનાયત કરાયા..

અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'દિવ્યાંગ સેવા સેતુ' કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંપન્ન કરવામાં આવ્યું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોને જરૂરી પ્રમાણપત્રો પૂરા પાડી તેમને સરકારી યોજનાઓ અને સહાયનો લાભ મેળવવામાં સરળતા પૂરી પાડવાનો હતો.આ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૬૯૦ દિવ્યાંગજનોને તેમના દિવ્યાંગતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે.આ પ્રમાણપત્રો તેમને વિવિધ સરકારી યોજનાઓ જેવી કે પેન્શન, સહાયક ઉપકરણો,રોજગારીની તકો અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ પહેલથી દિવ્યાંગજનોના જીવનધોરણમાં સુધારો લાવવામાં અને તેમને સમાજમાં સમાન તકો પૂરી પાડવામાં મદદ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દિવ્યાંગજનોને સશક્ત બનાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.
📲Get App