🔥 TRENDING Gujarat Man Sentenced to 20 Years for... Gujarat Board Releases 2027 HSC and SS... नीम का थाना में शहीद हुए जवान छोटू राम... Building Collapse Near Rajiv Gandhi Ho... ਮਸੀਹ ਭਾਈਚਾਰੇ ਵੱਲੋਂ ਬਾਗੇਸ਼ਵਰ ਧਾਮ ਦੇ ਧਰਿ... દામનગરમાં ૮૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

વિજયનગર આર્ટ્સ કોલેજમાં નશાબંધી અંગે એન.એસ.એસ. વિભાગ નશા બાંધી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું

✍️ Reporter: Rushikesh Joshi 🗓 29 Sep 2026, 02:58 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિજયનગર આર્ટ્સ કોલેજમાં નશાબંધી અંગે એન.એસ.એસ. વિભાગ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

વિજયનગર આર્ટ્સ કોલેજમાં નશાબંધી અંગે એન.એસ.એસ. વિભાગ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.
રાજપુર કેળવણી મંડળ સંચાલિત વિજયનગર આર્ટસ કોલેજ, વિજયનગરમાં આજ રોજ એન.એસ.એસ. વિભાગ દ્વારા તારીખ 29-9-2026 ના રોજ નશાબંધી અને આબકારી ખાતુ,ગુજરાત રાજ્ય, હિંમતનગર ઓફિસ દ્વારા નશાબંધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સૌ પ્રથમ મૌલિકભાઈ જી. પટેલે (કોન્સ્ટેબલ, નશાબંધી આબકારી વિભાગ, હિંમતનગર) નશાબંધી અને સરકારના પ્રયાસો વિશે વિગતે જાણકારી આપી હતી. પ્રિ.ડૉક્ટર બી.એ.પટેલે વિદ્યાર્થીઓને નશાના નુકશાન સમજાવી તેનાથી દૂર રહેવા સમજાવ્યું હતું. ત્યારબાદ નશાબંધી વિશેની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ તેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ક્રમે કસોટા શર્મિષ્ઠાકુમારી મગનલાલ, દ્વિતીય ક્રમે બોડાત ચિંતન કિરીટભાઈ, તૃતીયક્રમે મોડીયા દિવ્યાની પ્રદીપભાઈ વિજેતા થયા હતા. ડૉ. અર્પિતાબેને આ અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ.બી.એન. પટેલના માર્ગદર્શનમાં કર્યું હતું. ડૉ.બી. એ.પટેલ, ડૉ.બી.એલ.પવાર અને ડૉ.તૃષાબેન વ્યાસે નિર્ણાયક તરીકેની સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે રાજપુર કેળવણી મંડળના મંત્રી શ્રી હરીશભાઈ પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
📲Get App