🔥 TRENDING बुढ़वा मंगल पर ठड़ेश्वरी मंदिर में लगा... मतदाताओं से सोच-समझकर वोट डालने की अपी... नीरू ढांडा ने एशियन गेम्स 2026 में जीत... Andhra Pradesh Unveils Faster Approval... Gujarat CID Investigates Three Politic... Land Rover Discovery Splits in Half Af...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરત ક્રાઇમ બ્રાન્ચે દેશી પિસ્ટલ અને કારતૂસ સાથે એક શખસને ઝડપી પાડ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 06:20 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ક્રાઇમ બ્રાન્ચે પ્રમુખ એવન્યુ પાસેથી એક શંકાસ્પદ શખસને અટકાયત કરી તેની પાસેથી લોડેડ દેશી પિસ્ટલ અને 3 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સામેલ રહી ચૂક્યો છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે અમરોલી સાયણ ચેક પોસ્ટથી વરિયાવ બ્રીજ તરફ જતા રોડ પર પ્રમુખ એવન્યુ પાસેથી એક શંકાસ્પદ શખસની અટકાયત કરી હતી. પોલીસે 26 વર્ષીય આરોપી સંજયકુમાર ઉર્ફે સંજુ ઉર્ફે લાલુ કાલીદાસ રાઠોડની તલાશી લેતા તેની પાસેથી એક લોડેડ દેશી હાથ બનાવટની પિસ્ટલ અને 3 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.25,300નો મુદ્દામાલ જપ્ત કરી ક્રાઈમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ઝડપાયેલા આરોપી સંજયની પૂછપરછમાં હથિયારની ખરીદી અંગે ખુલાસો થયો છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, આજથી આશરે પાંચેક વર્ષ પહેલાં તે પોતાના ઘર પાસે આવેલા એક પાનના ગલ્લા પર અવારનવાર ગુટખા ખાવા જતો હતો. આ દરમિયાન ત્યાં રાહુલ નામનો એક યુવક તેના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ આ રાહુલ નામના ઈસમ પાસેથી રૂ.15,000માં આ દેશી પિસ્ટલ અને કારતૂસ ખરીદ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસ હવે હથિયાર વેચનારા શખ્સ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કોસાડ આવાસમાં રહેતો અને મજૂરી કરતો આરોપી સંજય ઉર્ફે સંજુ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. રીઢો ગુનેગાર હોવાથી તેનો ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો છે. અગાઉ તેના વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં મારામારી, પ્રોહિબિશન એક્ટ (દારૂ) હેઠળના બે ગુના અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યા છે. તેની સામે પોક્સો, દુષ્કર્મ સહિતના 5 ગુના પણ નોંધાયેલા છે.
📲Get App