🔥 TRENDING ધારી: પ્રસાદ વેચવા બાબતે મારામારી, ત્ર... Vizhinjam Port Project Could Reduce In... Kerala Blasters Confirm Ownership Tran... Tension Rises in Ujjain Over Escalatin... পশ্চিম মেদিনীপুরে পথ দুর্ঘটনায় মৃত ২,... અમરેલી: ટીબી ચેકપોસ્ટ પરથી 8 બોટલ અંગ્...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

થરાદ નજીક ભારતમાલા હાઇવે પર રખડતા આખલા સાથે અથડાતા લક્ઝરી કારનો કચ્ચરઘાણ નીકળ્યો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 29 Sep 2026, 10:34 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

થરાદ નજીક ભારતમાલા હાઇવે પર પૂરઝડપે દોડી રહેલી લક્ઝરી એસયુવી રખડતા આખલા સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારના ટુકડે ટુકડા થઈ ગયા હતા.

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં ગુજરાતના થરાદ નજીક ભારતમાલા હાઇવે પર એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર પૂરઝડપે દોડી રહેલી એક લક્ઝરી એસયુવી અચાનક સામે આવી ગયેલા આખલા સાથે ધડાકાભેર અથડાતાં મોટો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે, લેન્ડ રોવર કારના ટુકડે ટુકડા થઈ ગયા હતા. કારની હાલત જોતાં અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.

આ ગંભીર અકસ્માતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે રખડતા ઢોરના કારણે સર્જાતી અકસ્માતોની ગંભીરતા દર્શાવે છે.
📲Get App