🔥 TRENDING અકસ્માતગ્રસ્તો માટે કચ્છ કલેક્ટરની માન... Gujarati Film 'Amba' Launches First De... Gujarat High Court bars DNA report in... Gujarati ABP Live Provides Real‑Time N... বাগনানের বেনাপুর প্রাণবল্লভপুর পিকনিক... गोंडा: आंधी-तूफान ने बिजली व्यवस्था को...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે ૫ આરોપીઓને ઝડપી પાડ્યા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Sep 2026, 10:35 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે માર્કેટિંગ યાર્ડ રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૧૬૦ બોટલો સાથે ૫ ઈસમોને ઝડપી પાડ્યા છે. આ દારૂનો જથ્થો અંદાજે રૂ. ૨,૧૬,૦૦૦/- ની કિંમતનો છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢ સતત કાર્યરત છે. આ ઝુંબેશના ભાગરૂપે, ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે માર્કેટિંગ યાર્ડ રોડ પર, એચડીએફસી બેંકની સામે એક આઈસર વાહનમાં (રજી.નં.જીજે-૨૭-ટીજે-૨૧૨૯) ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી કટીંગ કરવાની તૈયારી ચાલી રહી છે.

બાતમીના આધારે, ક્રાઈમ બ્રાન્ચના પો.સબ.ઈન્સ. ડી.પી.ભાટી અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં, વાહનમાં સવાર પાંચ ઈસમો પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૧૬૦ બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો KPL BLUE & GOLD RARE PREMIUM BLENDED PALM LIQUOR પ્રકારનો છે અને તેની કિંમત અંદાજે રૂ. ૨,૧૬,૦૦૦/- થાય છે. આ સાથે કુલ રૂ. ૭,૬૬,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે સ્થળ પરથી અસ્લમખાન ઈસ્માઈલખાન યુસુફજઈ (૨૯), અતિક હનીફભાઈ જેઠવા (૩૦), મકસુદ જુસબભાઈ ઉનડ (૩૭), અરબાજ અલ્તાફભાઈ બ્લોચ (૨૨) અને મકબુલ જુસબભાઈ ઉનડ (૨૨) એમ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓ જૂનાગઢના રહેવાસી છે અને ડ્રાઈવિંગ તથા ડિલિવરી બોય જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે.

આ ગેરકાયદેસર દારૂના જથ્થા અંગે જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, શુભ વાઈન શોપના સંચાલક પાત્રમ (રહે. ગોવા) અને રાજ પટેલ (રહે. દેરડી, તા.જેતપુર) જેવા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
📲Get App