🔥 TRENDING Chhattisgarh Consumer Commission calls... Two workers killed, four injured in po... Two boys drown while chasing coconut i... खाना परोसने के विवाद में देवर ने भाभी... नोएडा: सेक्टर 62 से ताज हाईवे तक लगा 2... Assam Court Grants Bail to Two Zubeen...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

સાબરકાંઠા જિલ્લામાં કપાસના પાકમાં 'ખાખરી' રોગનો કહેર,ખેડૂતોની સ્થિતિ દયાજનક..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 11:44 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પાંચથી વધુ ગામોમાં કપાસના પાકમાં 'ખાખરી' (સુકારા) રોગનો વ્યાપકપણે ફેલાવો થયો છે,જેના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના પાંચથી વધુ ગામોમાં કપાસના પાકમાં 'ખાખરી' (સુકારા) નામના રોગનો કહેર જોવા મળી રહ્યો છે.આ રોગચાળાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે..

પ્રાપ્ત માહિતી અનુસાર વાતાવરણમાં વધેલા ઝાકળ અને ધુમ્મસના કારણે કપાસના પાકના પાંદડા પીળા પડીને સુકાવા લાગ્યા છે.અલ્પ વરસાદની પરિસ્થિતિ વચ્ચે ખાખરીના ઉપદ્રવથી કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે.ખેડૂતો હાલમાં આ રોગના નિયંત્રણ માટે વિવિધ ઉપાયો શોધી રહ્યા છે,પરંતુ રોગનો વ્યાપક ફેલાવો ચિંતાનો વિષય બન્યો છે.જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
📲Get App