🔥 ट्रेंडिंग मेरठ: नीले ड्रम हत्याकांड में कल आएगा... कूचा महाजनी में चौकीदार बने सुनार, दुक... आरएमएल अस्पताल में 600‑बेड सुपर स्पेशल... मध्य प्रदेश में बंद बस डिपो फिर से खुल... થરાદ નજીક ભારતમાલા હાઇવે પર રખડતા આખલા... सोशल मीडिया पर 18 साल से कम उम्र वालों...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠાના-: દોલતાવાદ ગામે સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય વિતરણ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 29 सित. 2026, 08:40 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી નિમિત્તે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તલોદ તાલુકાના દોલતાવાદ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,જેમાં લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી નિમિત્તે આયોજિત રાષ્ટ્રવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે વિધાનસભા મતવિસ્તારના તલોદ તાલુકાના દોલતાવાદ ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું અને ગ્રામજનો સાથે સંવાદ સાધવામાં આવ્યો.સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને પ્રજાલક્ષી સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘરઆંગણે,સરળતાથી,સમયસર અને પારદર્શક રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.આ કાર્યક્રમો દ્વારા એક જ સ્થળે માર્ગદર્શન અને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે..

‘સેવા સંકલ્પ અભિયાન’નો મુખ્ય હેતુ સેવાભાવ, સુશાસન અને જનકલ્યાણના સંકલ્પ સાથે સરકારની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો જનતા અને સરકાર વચ્ચેના સેતુ તરીકે કાર્ય કરીને નાગરિકોની જરૂરિયાતોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
📲Get App