🔥 TRENDING પોરબંદરથી મળેલી દીકરી શિવાની... તેના મ... ઉના શહેરમાં એક અજાણ્યાશક્શની લાશ મળી અકસ્માતગ્રસ્તો માટે કચ્છ કલેક્ટરની માન... Gujarati Film 'Amba' Launches First De... Gujarat High Court bars DNA report in... Gujarati ABP Live Provides Real‑Time N...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શિક્ષણ

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 29 Sep 2026, 09:48 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિકણ

# **ઈરા સ્કૂલ, દેવગઢ બારીયા ખાતે ઉત્સાહભેર અને અનોખી રીતે ઉજવાયો 'શિક્ષક દિન' અને 'સ્વશાસન દિન'**

**દેવગઢ બારીયા:**

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિન નિમિત્તે ઈરા સ્કૂલ, દેવગઢ બારીયા ખાતે તારીખ ૦૮/૦૯/૨૦૨૬ ને મંગળવારના રોજ શિક્ષક દિન અને સ્વશાસન દિનની અત્યંત ઉત્સાહ, આનંદ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાથે વિદ્યાર્થીઓમાં જવાબદારી અને નેતૃત્વની ભાવના કેળવવાનો હતો.

### **વિદ્યાર્થીઓએ બન્યા 'બાળ શિક્ષક':**

આ વિશેષ અવસર પર ધોરણ ૯ અને ૧૦ ના હોશિયાર વિદ્યાર્થીઓએ 'આજના શિક્ષકો' બનીને શાળાનું સુવ્યવસ્થિત સંચાલન અને શૈક્ષણિક કામગીરી પોતાના હાથમાં લીધી હતી. આ યુવા બાળ શિક્ષકોએ નર્સરીથી લઈને ધોરણ ૮/૯ સુધીના નાના ભૂલકાઓને ઉત્સાહપૂર્વક શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું. વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવીને શિક્ષણકાર્યની મહત્તા અને તેની પાછળના પડકારોને નજીકથી સમજવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.

### **શિક્ષકો માટે મનોરંજક રમતો અને ક્રિકેટ ટુર્નામેન્ટ:**

વિદ્યાર્થીઓ સાથે આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે બાળ શિક્ષકો દ્વારા શાળાના શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફ માટે વિવિધ રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના ખાસ આકર્ષણરૂપે શાળાના આદરણીય ભૂતપૂર્વ શિક્ષક સ્વ. પ્રકાશભાઈ ગણપતભાઈ બારીયાની યાદમાં જેન્ટ્સ સ્ટાફ માટે **'પ્રકાશ બારીયા મેમોરીયલ ક્રિકેટ ટુર્નામેન્ટ'** યોજાઈ હતી. આ રોમાંચક ટુર્નામેન્ટમાં કુલ ૪ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં **'ઇરા યંગ ઇલેવન'** ટીમ વિજેતા બની હતી અને **'રેડ રાઇડર'** ટીમ રનર્સ અપ રહી હતી.

### **ભોજન સમારંભ અને શિક્ષક સન્માન:**

કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ શિક્ષકો, શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થીઓ માટે સ્વાદિષ્ટ **'સેવ-ઉસળ'** ના ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે, શાળાના ટ્રસ્ટીશ્રી બાબા સર દ્વારા શાળાના તમામ શિક્ષકોને શિક્ષક દિનની યાદગીરીરૂપે ખાસ ભેટ (ગિફ્ટ) અર્પણ કરીને તેમના સમર્પિત કાર્ય તથા વિદ્યાર્થીઓના ઘડતરમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ શાળાના ટ્રસ્ટીશ્રી બાબા સાહેબના માર્ગદર્શન હેઠળ સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના અદ્ભુત સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ ઉજવણી સૌ માટે પ્રેરણાદાયી, આનંદદાયક અને ચીરસ્મરણીય બની રહી હતી.

---
📲Get App