ડીસા-પાલનપુર હાઈવે પર ટીવી પેટ્રોલ પંપ સામે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ડીસા-પાલનપુર હાઈવે પર ટીવી પેટ્રોલ પંપ સામે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ડીસા-પાલનપુર હાઈવે પર ટીવી પેટ્રોલ પંપ સામે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રકની અડફેટે બાઈક ચાલક આવી જતા તે ટ્રક નીચે કચડાઈ ગયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. મૃતકનું નામ શામળાજી ગોવાજી ઠાકોર ગામ ઓઢવા ના હોવાના જાણવા મળ્યું છે.બનાવના પગલે હાઈવે પર લાંબા વાહનોની કતારો સાથે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના પગલે મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી."
અકસ્માતના પગલે મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી."