🔥 ट्रेंडिंग झारखंड ने डहलभुंगर हवाई अड्डा परियोजना... नया खनन कानून झारखंड की आय घटाएगा, सार... विराट कोहली ने गुवाहाटी के ODI मैच में... गोल्डमैन सैक्स के $100 अरब फंड के आवंट... भारत ने इज़राइल‑फ़िलिस्तीन दो‑राज्य सम... વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મહીસાગર જિલ્લા પોલીસની ઓગસ્ટ માસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ,ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસકર્મીઓ સન્માનિત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 29 सित. 2026, 11:24 PM 👁 17
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં ઓગસ્ટ માસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ,જેમાં કાયદો અને વ્યવસ્થા તથા ગુનાખોરી નિયંત્રણની સમીક્ષા કરાઈ અને પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને સન્માનિત કરાયા..

મહીસાગરમાં-:
પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં ઓગસ્ટ માસ માટેની ‘ક્રાઈમ કોન્ફરન્સ’ નું આયોજન કરવામાં આવ્યું.આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવાનો અને ગુનાખોરી નિયંત્રણ સહિતની પોલીસ કામગીરીનું મૂલ્યાંકન કરવાનો હતો..

કોન્ફરન્સ દરમિયાન જિલ્લામાં થયેલી વિવિધ પોલીસ કામગીરીઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ સાથે, જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી હતી,તેમને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા.આ સન્માન પોલીસ દળના મનોબળને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું.પોલીસની નિષ્ઠા,કાર્યક્ષમતા અને જનસેવાની ભાવનાને બિરદાવતો આ પ્રસંગ સમગ્ર મહીસાગર જિલ્લા પોલીસ પરિવાર માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થયો.આ પ્રકારના આયોજનો પોલીસ વિભાગમાં કાર્યરત કર્મચારીઓને વધુ સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
📲Get App