🔥 TRENDING Linkin Park Documentary 'Unshatter' Se... उत्तर प्रदेश कर्फ्यू, दंगे और उपद्रव स... भागलपुर के ज्योति विहार कॉलोनी में बार... सूरत-आजमगढ़ ट्रेन में दो युवक सिगरेट प... Times of India Reviews 'Common Man' as... Sudden temperature drop across India s...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મોડાસા-માલપુર હાઇવે પર કાર ખાબકતા ચાલકનું ઘટનાસ્થળે મોત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Sep 2026, 07:58 AM 👁 14
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના મોડાસા-માલપુર હાઇવે પર ગોરીટીંબા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર રસ્તાની સાઈડમાં ખાબકતા ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

અરવલ્લી જિલ્લાના મોડાસા-માલપુર હાઇવે પર સાકરિયા પાસે આવેલા ગોરીટીંબા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અચાનક રસ્તાની સાઈડમાં ખાબકી ગઈ હતી.

આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે કારચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
📲Get App