🔥 ट्रेंडिंग RSSB CET 2026 परीक्षा कैलेंडर संशोधित,... अमृतसर में गुरु घरों के प्रबंधन पर जवा... गुरु नानक देव विश्वविद्यालय की छात्रा... जालंधर में कांग्रेस का प्रदर्शन, बावा... अमित शाह की रैली से पहले जालंधर में सु... 33/11 केवी विद्युत उपकेंद्र कोंचनाका म...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં પોશ વિસ્તારમાં લક્ઝુરિયસ ઓડી કારમાં આગ લાગતાં અફરાતફરી

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 सित. 2026, 06:02 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પાલ વિસ્તારમાં મોડી રાત્રે 70 લાખની ઓડી કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. કારચાલક સહીસલામત બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

સુરત શહેરના પોશ ગણાતા પાલ વિસ્તારમાં મોડી રાત્રે એક લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. પાલ ગ્રીન સિટી રોડ પરથી પસાર થઈ રહેલી 70 લાખ રૂપિયાની કિંમતની ઓડી કારમાં શોર્ટ સર્કિટના કારણે બોનેટના ભાગે વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી.

જોકે, કારચાલકે સમયસૂચકતા વાપરી તુરંત જ કારમાંથી બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. આગ લાગવાની ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.
📲Get App