🔥 TRENDING લસકાણા પોલીસે ડુપ્લીકેટ સાબુનું રેકેટ... અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમ્મરન... Kiara Advani, Sidharth Malhotra Announ... Bhumi Pednekkar Discusses Her Film 'Th... Kaali Kheti Release Date Postponed to... Tripura Congress to Stage ‘Save Democr...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે ૫ આરોપીઓને ઝડપી પાડ્યા
Crime

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે ૫ આરોપીઓને ઝડપી પાડ્યા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 29 Sep 2026, 10:30 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે માર્કેટિંગ યાર્ડ રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૧૬૦ બોટલો સાથે ૫ ઈસમોને ઝડપી પાડ્યા છે. આ દારૂનો જથ્થો અંદાજે ૨,૧૬,૦૦૦ રૂપિયાનો છે.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ, વિદેશી અને દેશી દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ સતત કાર્યરત છે. આ ઝુંબેશના ભાગરૂપે, ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. બી.જી.ચેતરીયા અને તેમની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી.

બાતમી મળી હતી કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ રોડ પર એચ.ડી.એફ.સી. બેંકની સામે એક આઈસર વાહનમાં (રજી.નં.જીજે-૨૭-ટીજે-૨૧૨૯) ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને કટીંગ કરવાની તૈયારી ચાલી રહી છે. આ બાતમીને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન, વાહનમાં સવાર પાંચ ઈસમો પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૧૬૦ બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો KPL BLUE & GOLD RARE PREMIUM BLENDED PALM LIQUOR બ્રાન્ડનો છે અને તેની કિંમત આશરે ૨,૧૬,૦૦૦ રૂપિયા થાય છે. આ સાથે કુલ ૭,૬૬,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે ઝડપાયેલા આરોપીઓ અસ્લમખાન ઇસ્માઇલખાન યુસુફજઇ, અતિક હનીફભાઇ જેઠવા, મકસુદ જુસબભાઇ ઉનડ, અરબાજ અલ્તાફભાઇ બ્લોચ અને મકબુલ જુસબભાઇ ઉનડ સામે જૂનાગઢ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, શુભ વાઇન શોપના સંચાલક પાત્રમ (ગોવા) અને રાજ પટેલ (દેરડી, જેતપુર) પોલીસ પકડથી દૂર છે, જેમની શોધખોળ ચાલુ છે.
📲Get App