🔥 TRENDING ਰੋਪੜ ਵਿੱਚ ਸੈਣੀ ਭਲਾਈ ਬੋਰਡ ਦੇ ਚੇਅਰਮੈਨ ਨੇ... ਰੂਪਨਗਰ ਵਿੱਚ ਭਾਜਪਾ ਦੀ ਸੇਵਾ ਸੰਕਲਪ ਸਭਾ: ਪ... વડોદરામાં 350થી વધુ મહેસુલી કર્મચારીઓ... বাগজোলা খাল সেতু ভেঙে পড়ে বসিরহাটের য... જિલ્લા કક્ષાનું વન્ય પ્રાણી સપ્તાહ 202... Bihar DIG Urges Child‑Sensitive Polici...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટણ: દુષ્કર્મની ફરિયાદ ન લેવા બદલ સમી પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ
Crime

પાટણ: દુષ્કર્મની ફરિયાદ ન લેવા બદલ સમી પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ

✍️ Reporter: SHRIMALI MANOJ 🗓 29 Sep 2026, 08:58 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કાળુભા બચુજી સામે દુષ્કર્મની ફરિયાદ ન નોંધવા અને સામાન્ય બોલાચાલીની અરજી લેવાનો ગંભીર આરોપસર ગુનો નોંધાયો છે.

પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનમાં એક ગંભીર મામલો સામે આવ્યો છે. એક ૨૯ વર્ષીય મહિલાએ દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવાને બદલે માત્ર સામાન્ય બોલાચાલીની અરજી લેવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ ગંભીર આરોપો બાદ મામલે ઉચ્ચ અધિકારીઓના આદેશથી તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, મહિલા દ્વારા કરવામાં આવેલા આરોપો સાચા જણાઈ આવતા, સંબંધિત હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી.

તપાસના અંતે, સમી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કાળુભા બચુજી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૯૯(c) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી સમી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI એ.પી. જાડેજાની ફરિયાદના આધારે કરવામાં આવી છે.
📲Get App