🔥 ट्रेंडिंग फर्रुखाबाद में गंगा-रामगंगा का जलस्तर... फर्रुखाबाद: संविदा एएनएम ने मानदेय और... कायमगंज में दो बड़े तंबाकू कारोबारियों... ପଦ୍ମପୁର ଠାରେ ସେବା ସେତୁ ଶିବିର ଆୟୋଜିତ यूपी की IAS अधिकारी दिव्या मित्तल का र... અમદાવાદ: MBA થયેલા યુવકે મોજશોખ પૂરા ક...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતમાં હીરાના કારખાને ચોરી કરનાર આરોપી મુંબઈથી ઝડપાયો, લાખોનો મુદ્દામાલ કબજે

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 सित. 2026, 09:20 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં અશ્વિનીકુમાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે લાખો રૂપિયાના હીરા ચોરીને ફરાર થયેલા એક તસ્કરમાંને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ચોરી થયેલા હીરા, વાહનો અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરત શહેરમાં અશ્વિનીકુમાર પોલીસને મોટી સફળતા મળી છે. અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાંથી લાખો રૂપિયાના હીરા ચોરીને ફરાર થઈ ગયેલા તસ્કરને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલા હીરા, 3 મોટરસાયકલ અને કમ્પ્યુટર મોનિટર સહિત કુલ ₹7.67 લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ 5 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમિયાધામ મંદિર પાસે આવેલી સર્વોદય સોસાયટી સ્થિત એક હીરાના કારખાનાને અજાણ્યા તસ્કરે રાત્રિ દરમિયાન નિશાન બનાવ્યું હતું. તસ્કરે કારખાનામાં પ્રવેશ કરી અંદર મુકેલા તૈયાર હીરાની ચોરી કરી હતી. કારખાનેદાર દ્વારા તપાસ કરતાં ₹6,93,000 ની કિંમતના આશરે 77 કેરેટ તૈયાર હીરા ગાયબ જણાતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આશરે 850 CCTV ફૂટેજ અને IPDR સર્વેલન્સની મદદથી આરોપીને મુંબઈમાં ટ્રેસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે મુંબઈ ખાતેથી આરોપીને દબોચી લીધો હતો અને તેની પાસેથી ચોરી થયેલા હીરા, 3 મોટરસાયકલ અને કમ્પ્યુટર મોનિટર સહિત કુલ ₹7.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કાર્યવાહી દ્વારા કુલ 5 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
📲Get App